Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : નર્મદા નદીમાં યુવક તણાયો, પગ લપસ્યા બાદથી લાપતા

VADODARA : વડોદરા (VADODARA) આસપાસ આવેલી નદીઓ તથા માં પગ લપસવા તથા અન્ય કારણોસર લોકો લાપતા બનવાની ઘટનાઓ સામે આવતી રહે છે. જેને રોકવા તંત્ર પાસે કોઇ ઉપાય ન હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં વધુ એક આ પ્રકારની ઘટના...
vadodara   નર્મદા નદીમાં યુવક તણાયો  પગ લપસ્યા બાદથી લાપતા

VADODARA : વડોદરા (VADODARA) આસપાસ આવેલી નદીઓ તથા માં પગ લપસવા તથા અન્ય કારણોસર લોકો લાપતા બનવાની ઘટનાઓ સામે આવતી રહે છે. જેને રોકવા તંત્ર પાસે કોઇ ઉપાય ન હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં વધુ એક આ પ્રકારની ઘટના સામે આવી છે. જેમાં દિવેર ગામે નર્મદા નદીના પાણીમાં હાથપગ ધોવા જતા યુવકનો પગ લપસ્યો હતો. અને તે પાણીના પ્રવાહમાં તણાયો હતો. ત્યાર બાદથી યુવક લાપતા છે. આખરે ઉક્ત મામલે શિનોર પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વડોદરા પાસેની નદીના પટમાં ગેરકાયદેસર ખનન થવાના કારણે ઉંડા ખાડા થઇ ગયા છે. આવા જ કોઇ ખાડાનો અંદાજો ન રહેતા આ ઘટના થયાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

Advertisement

પાણીના પ્રવાહમાં ગરકાવ થઇને લાપતા

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, 21 વર્ષિય મંથન વિજયકુમાર પટેલ હાલ રિલાયન્સ નર્મદા ટાઉનશીપ, ભરૂચમાં રહે છે. તે મૂળ ગોધરા પંચમહાલનો છે. તાજેતરમાં તે વડોદરા પાસેની દિવારે ગામેથી પસાર થતી નર્મદા નદીમાં હાથ-પગ ધોવા માટે ગયા હતા. તેઓની સાથે મિત્ર જયદીપભાઇ લક્ષ્મણભાઇ બોપલીયા હતો. દરમિયાન મંથન નદી કિનારામાં જતા જ રેતીમાં તેનો પગ લપસ્યો હતો. ત્યાર બાદથી તે પાણીના પ્રવાહમાં ગરકાવ થઇને લાપતા થયો હતો. આ અંગે અનેક પ્રયાસો છતાં તુરંત બચાવ કરી શકાયો ન્હતો. આખરે આ મામલે શિનોર પોલીસ મથકમાં મિત્રએ મંથન વિજયકુમાર પટેલ ગુમ થવા અંગે જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે. તે બાદ આ મામલાની તપાસ હેડ કોન્સ્ટેબલ વર્ધાજી બળવંતજીને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદથી પગ લપસવાને લઇને તરહ તરહની ચર્ચાઓએ જોર પકડ્યું છે. તાજેતરમાં નદીઓમાં ન્હાવા પર જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. છતાં આ પ્રકારની ઘટના કેમ સામે આવી ? તે સવાલ લોકોની ચર્ચામાં કેન્દ્ર સ્થાને મળી રહ્યો છે.

પહેલી નજરે તમને છીછરૂ જ લાગે

વડોદરા પાસે આવેલા મોટા જળાશયો અને નર્મદા કેનાલમાં અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. આ રોકવાનો કોઇ નક્કર ઉપાય તંત્ર પાસે નથી. ત્યારે હવે નવી એક મુશ્કેલી સામે આવી છે. વડોદરા પાસે આવેલી નદીઓના પટમાં ખનન માફીયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે માટી અને રેતીનું ખનન કરવામાં આવે છે. અને ઉંડા ખાડાઓ કરી દેવામાં આવે છે. સામાન્ય નજરે આ ખાડાઓને ઓળખવું મુશ્કેલ છે. જો તેમાં પાણી ભરાયા હોય તો પહેલી નજરે તમને છીછરૂ જ લાગે, પરંતુ હકીકતે તે જીવલેણ સાબિત થાય તેટલો ઉંડો ખાડો પણ હોઇ શકે છે. આ પ્રકારની અનેક ઘટનાઓ અગાઉ સામે આવી ચુકી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : BJP કોર્પોરેટરોનો મેયરને પત્ર, "અમારૂ મૃત્યુ થાય તો સભા મુલતવી રાખવી નહી"

Advertisement
Tags :
Advertisement

.