VADODARA : જિલ્લાના ગામે-ગામ દેશભક્તિની આલ્હેક જગાવતી તિરંગા યાત્રા
VADODARA : રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ જનભાગીદારીથી વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત વડોદરા જિલ્લાના બીથલી, સાધલી, દિવેર અને ધાવટ ગામમાં સહિત અન્ય ગામોમાં સરકારી પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓ દ્વારા પોતાના ગામમાં તિરંગા યાત્રાઓ યોજવામાં આવી હતી.
લોકોને પ્રેરિત કર્યા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને વડોદરાએ હરખભેર ઝીલી લીધું છે ત્યારે વડોદરા જિલ્લાના બીથલી, સાધલી, દિવેર, સાધી અને ધાવટ ગામમાં સહિત અનેક ગામોમાં દેશભક્તિના સૂત્રોચ્ચાર અને દેશની આન બાન અને શાન એવા તિરંગાને લહેરાવીને પોતાના ગામજનોને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા માટે લોકોને પ્રેરિત કર્યા હતા.
દેશપ્રેમના રંગે રંગ્યા
તિરંગા યાત્રા દરમ્યાન બાળકોએ લોકોને ઘરે ઘરે જઈને લોકોને હર ઘર તિરંગા અભિયાનનું મહત્વ સમજાવ્યું હતું. આ સાથે દેશના વીર સપૂતો, દેશની આઝાદી માટે પ્રાણ ન્યોચ્છાવર કરનાર ક્રાંતિકારીઓ અને આઝાદીના લડવૈયાઓનાં બલિદાનની ગાથા લોકો સુધી પહોંચાડીને દેશપ્રેમનો ગ્રામ જનોને દેશપ્રેમના રંગે રંગ્યા હતા.
તમામ જોડાયા
લોકભાગીદારી થકી એકતા, અખંડિતતા અને દેશપ્રેમની પ્રતીતિ કરાવતી આ તિરંગા યાત્રામાં ગ્રામ્ય કક્ષાના જન પ્રતિનિધિઓ, શાળાના આચાર્ય, શિક્ષકગણ, કર્મયોગી ગણ, પ્રબુદ્ધ ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આવનાર સમયમાં આ અભિયાન પ્રચંડ વેગ પકડે તેવી સ્થિતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો -- ભારતના રાષ્ટ્રધ્વજની તિંરંગા યાત્રા, 1905 થી લઈ આજ સુધી થયા છે અનેક ફેરફાર