Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : જિલ્લામાં પ્રતિદિન સરેરાશ 150 જેટલા ખાડાઓનું પેચવર્ક

VADODARA : વડોદરા (VADODARA) માં ભારે વરસાદને કારણે વડોદરા જિલ્લાના વિવિધ માર્ગો ઉપર પડેલા ખાડાઓને દુરસ્ત કરવા માટે માર્ગ અને મકાન વિભાગ ગ્રામ્ય દ્વારા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. ખાસ કરીને વડોદરાથી ડભોઇ અને સાધલીથી શિનોર રોડ ઉપર પેચ વર્ક...
vadodara   જિલ્લામાં પ્રતિદિન સરેરાશ 150 જેટલા ખાડાઓનું પેચવર્ક

VADODARA : વડોદરા (VADODARA) માં ભારે વરસાદને કારણે વડોદરા જિલ્લાના વિવિધ માર્ગો ઉપર પડેલા ખાડાઓને દુરસ્ત કરવા માટે માર્ગ અને મકાન વિભાગ ગ્રામ્ય દ્વારા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. ખાસ કરીને વડોદરાથી ડભોઇ અને સાધલીથી શિનોર રોડ ઉપર પેચ વર્ક કરવામાં આવી રહ્યું છે. કાર્યપાલક ઇજનેર યુ. સી. પટેલે જણાવ્યું કે, વડોદરા જિલ્લાના ૧૫ માર્ગોને દુરસ્ત કરવાની કામગીરી કરાઇ રહી છે. જેમાં મુખ્યત્વે વડોદરાથી ડભોઇ અને સાધલીથી શિનોર સુધીના માર્ગ પડેલા ખાડાને પેચવર્ક કરી પૂરવામાં આવી રહ્યા છે.

Advertisement

એક પખવાડિયા દરમિયાન કામગીરી પૂર્ણ કરવામાં આવશે

તેમણે કહ્યું કે, પ્રતિદિન સરેરાશ ૧૫૦ જેટલા ખાડાઓને પેચવર્ક કરવામાં આવે છે. આ માટે ૮૦થી વધુ શ્રમયોગીઓ અને યાંત્રિક સાધનો કામે લગાડવામાં આવ્યા છે. અનુકૂળ સંજોગોમાં આગામી એક પખવાડિયા દરમિયાન આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

અંદાજિત 65 કિ.મી.લંબાઈના રસ્તાઓને નુકશાન થયું હતું

સુત્રોએ ઉમેર્યું કે, જિલ્લામાં અતિભારે વરસાદને કારણે નુકશાન પામેલા રસ્તાઓની મેટલ પેચની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. હાલમાં વરસાદે વિરામ લેતા હોટમિક્ષ મટીરીયલથી ડામર પેચની કામગીરી શરૂ કરવામાં આવી છે. પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ૧૭૨ રસ્તાઓમાં અંદાજિત ૬૫ કિ.મી.લંબાઈના રસ્તાઓને નુકશાન થયું હતું જેની મરામત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

સિમિત સમયમાં પૂર્ણ કરી દેવા માટે પણ તંત્ર કટિબદ્ધ

આમ, વડોદરામાં ભારે વરસાદ બાદ પૂરમાં ભારે ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું પેચવર્ક કાર્ય યુદ્ધના ધોરણે હાલ ચાલી રહ્યું છે. આ પેચવર્કનું કાર્ય સિમિત સમયમાં પૂર્ણ કરી દેવા માટે પણ તંત્ર કટિબદ્ધ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : રિધમ હોસ્પિટલના તંત્રની આડોડાઇ સામે સ્થાનિકોનો મોરચો

Advertisement

Tags :
Advertisement

.