ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : નેશનલ લોક અદાલતમાં 38,876 કેસોનો સુખદ ઉકેલ

VADODARA : વડોદરા (VADODARA) જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરીટીના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરીટીના માર્ગદર્શન હેઠળ તેમજ વડોદરાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ અને ડિસ્ટ્રિકટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન જે. એલ. ઓડેદરાની અઘ્યક્ષતામાં આ વર્ષની...
06:14 PM Sep 15, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરીટીના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરીટીના માર્ગદર્શન હેઠળ તેમજ વડોદરાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ અને ડિસ્ટ્રિકટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન જે. એલ. ઓડેદરાની અઘ્યક્ષતામાં આ વર્ષની ત્રીજી મેગા નેશનલ લોક અદાલત શનિવારે યોજાઈ હતી. વડોદરા શહેર જિલ્લાની કોર્ટમાં યોજાયેલ નેશનલ લોક અદાલતમાં ૩૮,૮૭૬ કેસોનો સુખદ ઉકેલ કરવામાં આવ્યો છે.એટલું જ નહીં લોક અદાલતમાં સમાધાનથી રૂ.૧૦૦,૬૮,૪૫,૫૦૪/- રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હોવાનું વડોદરા જિલ્લા કાનુની સેવા સતા મંડળના સેક્રેટરી વિશાલ ગઢવીએ જણાવ્યું છે.

બેન્કોના બાકી લેણાં, ગેસ બીલ, બીલ ચુકવણીના તથા ટ્રાફીક ચલણના કેસો સમાધાનથી પૂર્ણ

આ લોક અદાલતમાં કુલ ૪૧,૪૮૭ કેસો મુકવામાં આવ્યા હતા. જેમાંથી મોટર અકસ્માતના કુલ ૧૩૫ કેસો, એન.આઈ. એટકના કુલ ૨૯૨૫ કેસો મળી સમાધાન લાયક કુલ ૩૭૬૨ કેસોમાં સમાધાન થયું છે. ૩૫,૧૧૪ કેસ સ્પેશીયલ સીટીંગ સહિત વડોદરા જિલ્લાના પેન્ડીંગ કેસોમાંથી કુલ ૩૮,૮૭૬ કેસોનો ઉકેલ કરવામાં આવ્યો છે. હજુ સુધી કોર્ટમાં નથી આવ્યા તેવા પ્રિલીટીગેશનના કેસો જેવા બેન્કોના બાકી લેણાં, ગેસ બીલ, બીલ ચુકવણીના તથા ટ્રાફીક ચલણના કેસો મળી કુલ ૧૯,૭૯૨ કેસમાં સમાધાનથી પૂર્ણ કરવામાં આવ્યા છે. લોક અદાલતની જાગૃતતાથી ટ્રાફીક નિયમ ભંગના બાકી નીકળતા કુલ ૧૭,૧૮૩ ચલણની રકમ ભરપાઈ થઈ છે.

૧૮ વર્ષ જુના વિવાદના ત્રણ સીવીલ દાવામાં સમાધાન

આ લોક અદાલતમાં ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ, વડોદરાની કોર્ટમાં ૧૪ વર્ષ જુના પારિવારિક મિલકતના વિભાજનના સીવીલ દાવા અને સાવલી ખાતે પ્રિન્સીપાલ સીવીલ કોર્ટમાં ૧૮ વર્ષ જુના વિવાદના ત્રણ સીવીલ દાવામાં સમાધાન થયું છે.

આ પણ વાંચો -- VADODARA : તહેવારોને લઇને પોલીસનો સજ્જડ બંદોબસ્ત, 6500 થી વધુ જવાનોની તૈનાતી

Tags :
authorityDistrictHugeinLEGALorganizesuccessThirdtimeVadodarayear
Next Article