Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : જિલ્લા અને તાલુકા કક્ષાના "સ્વાગત ફરિયાદ નિવારણ" કાર્યક્રમની તારીખો જાહેર

VADODARA : અરજદારોની રજૂઆતોના સરળ નિરાકરણ અર્થે મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળનો ''સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ'' તા.૨૨ ઓગષ્ટને ચોથા ગુરુવારના રોજ સવારે ૧૧ વાગ્યા થી પૂર્ણ ન થાય ત્યાં સુધી યોજવામાં આવ્યો છે. વડોદરા જીલ્લા (VADODARA DISTRICT) ના સંબંધકર્તા નારીકોને તેઓના...
vadodara   જિલ્લા અને તાલુકા કક્ષાના  સ્વાગત ફરિયાદ નિવારણ  કાર્યક્રમની તારીખો જાહેર

VADODARA : અરજદારોની રજૂઆતોના સરળ નિરાકરણ અર્થે મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળનો ''સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ'' તા.૨૨ ઓગષ્ટને ચોથા ગુરુવારના રોજ સવારે ૧૧ વાગ્યા થી પૂર્ણ ન થાય ત્યાં સુધી યોજવામાં આવ્યો છે. વડોદરા જીલ્લા (VADODARA DISTRICT) ના સંબંધકર્તા નારીકોને તેઓના સેવાકીય, કોર્ટ મેટર, રહેમરાહે નોકરી, પેન્શન સિવાયના પ્રશ્નો હોય તો લેખિતમાં તા.૧૦ ઓગષ્ટ સુધીમાં રૂબરૂમાં રજુ કરવાના રહેશે. અરજી ઉપર જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ” સ્પષ્ટ દર્શાવવું.

Advertisement

કોર્ટ મેટર થયેલ ન હોય તેવા પ્રશ્નો રજુ કરવાના રહેશે

લાંબા સમયના પડતર પ્રશ્નો અંગે અરજી કરવાની રહેશે. જિલ્લા સ્વાગતમાં અરજી કરતા પહેલા અરજદારે જે કચેરીનો પ્રશ્ન હોય ત્યાં પ્રથમ અરજી કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોવી જોઈએ.જિલ્લા કક્ષાનો પ્રશ્ન હોય તો જીલ્લાના જવાબદાર અધિકારીને કરેલ રજૂઆતની નકલ સહ અરજી કરવાની રહેશે. અરજદારે કોઈ એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે.અરજદારે જાતે રૂબરૂ પોતાના પ્રશ્નના આધાર પુરાવા સાથે ઉપસ્થિત થવાનું રહેશે. જિલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવ કોર્ટ મેટર થયેલ ન હોય તેવા પ્રશ્નો રજુ કરવાના રહેશે.

21, ઓગસ્ટે ગ્રામ્ય કક્ષાએ "તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ'' યોજાશે

''સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ'' ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ''તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ'' દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે.

Advertisement

10, ઓગષ્ટ સુધીમાં અરજી રૂબરૂમાં કરવાની રહેશે

આ પ્રમાણે આગામી તા.૨૧ ઓગસ્ટના રોજ સવારના ૧૧ કલાકથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી “પાદરા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ'' કાર્યક્રમ કલેકટરના અધ્યક્ષ સ્થાને, “વાઘોડિયા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” જિલ્લા વિકાસ અધિકારી અધ્યક્ષસ્થાને, “વડોદરા ગ્રામ્ય તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” પોલીસ અધિક્ષકના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવશે. તા.૧૦ ઓગષ્ટ સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમની અરજી જે-તે તાલુકા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને સંબોધીને જે- તે કચેરીઓમાં રૂબરૂમાં રજુ કરવાની રહેશે.

આટલું ખાસ ધ્યાન રાખો

(1) તાલુકા કક્ષાએ અરજી કરતા પહેલા ગ્રામ્ય કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી કમ-મંત્રીશ્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોવી જોઈએ.

Advertisement

(2) કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકાર ક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય, તેવા પ્રશ્નો જ હોવા જોઈએ.

(3) કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવા સાથે રજુઆત કરી શકશે.

(4) કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામુહિક રજુઆતો કરી શકશે નહીં.

(5) તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરતાં પહેલાં કોઈપણ અરજદારે ગ્રામ્યકક્ષાનો પ્રશ્ન હોય તો તે પૂર્વે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કે ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોવી જોઈએ.

આ પણ વાંચો -- VADODARA : પાલિકાના સોલીડ વેસ્ટના વાહનોની બેદરકારી સામે પૂર્વ મેયરનો મોરચો

Tags :
Advertisement

.