VADODARA : વિજ કંપનીની ભરતી પરીક્ષામાં વિસંગતતા, ઉમેદવારોની પડખે યુવરાજસિંહ
VADODARA : વડોદરા (VADODARA) માં રાજ્યની વિજ કંપનીઓનું મુખ્યાલય વિદ્યુત ભવન આવેલું છે. 5 વિજ કંપનીઓ પૈકી ડિજીવીસીએલ દ્વારા તાજેતરમાં જુનિયર એન્જિનીયર (ક્લાસ - 2) ની પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં પ્રિલિમ્સના તબક્કામાં જ નિયમોમાં વિસંગતતા હોવાનું ધ્યાને આવતા આજે તેઓ વિદ્યાર્થીઓને સાથે રાખીને જવાબ માંગવા માટે પહોંચ્યા હતા. જો કે, વિજ કંપનીના અધિકારીઓ દ્વારા તેમની સાથે ઉદ્ધતાઇ ભર્યુ વર્તન કરવામાં આવ્યું હતું. જે બાદમાં તેમણે વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે ધરણા કરવા સુધીની તૈયારીઓ દર્શાવી હતી.
લાયક, હકદાર વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષા આપવાથી વંચિત
વડોદરામાં વિદ્યાર્થીઓનો અવાજ બનીને આવેલા નેતા યુવરાજસિંહ જાડેજા જણાવે છે કે, અત્યારે જુનિયર એન્જિનીયર (ક્લાસ - 2) ની ભરતી બહાર પાડવામાં આવી હતી. તેમાં 19 હજાર જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તે પૈકી 12 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાં પ્રિલિમનરી પરીક્ષામાં નિયમોની વિસંગતતા હતી. તે નિયમોની વિસંગતતાને લઇને અમે અધિકારીઓને મળવા આવ્યા છીએ. નિયમોના ઉલ્લંઘનના કારણે જે લાયક, હકદાર વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષા આપવાથી વંચિત રહ્યા છે. તે માટે આજે અમે માંગણી લઇને આવ્યા છીએ. આ લોકોને ન્યાય મળે. તંત્ર તાનાશાહી કરી રહ્યું છે. અમને અંદર મળવા જવા દેવામાં નથી આવતા. અમે આશા-અપેક્ષા રાખતા હતા કે, GUVNL ના અધિકારીઓ મળે, અને અમારી શંકાનું સમાધાન કરે. અધિકારીઓ અમને ન મળીને અમારી શંકા સ્પષ્ટ કરી રહ્યા છે. કેમ કે, અધિકારીઓ ઉદ્ધતાઇભર્યુ વર્તન કરી રહ્યા છે. એચઆરએ અમારી સાથે, વિદ્યાર્થીઓના મુદ્દા લઇને આવ્યા છીએ ત્યારે અમારી સાથે ગેરવર્તન કર્યું છે. અમને કહી દેવામાં આવ્યું છે, તમને મળવા દેવામાં નહી આવે, તું અમને નિયમ શીખવાડીશ !
અમારા ટેક્સના પૈસામાંથી તમે પગાર લો છે
વધુમાં તેમણે જણાવ્યું કે, આ રીતની વાતચીત અમારી સાથે કરવામાં આવી છે. અમે સ્પષ્ટ કહીએ છીએ, અમે ગુજરાત, ભારતના નાગરીક છીએ. અમે ટેક્સ પેયર છીએ. અમારા ટેક્સના પૈસામાંથી તમે પગાર લો છે, તો તમારે જવાબદેહી નિભાવવા માટે પણ તૈયાર રહેવું જોઇએ. તમારી એકાઉન્ટેબીલીટી ફિક્સ થાય છે. કોઇ પણ વ્યક્તિ મુદ્દો કે માંગણી લઇને આવે તો જવાબ ન આપો તે કેટલું યોગ્ય. જયાં સુધી અમારી માંગણી સંતોષવામાં નહી આવે ત્યાં સુધી વિરોધ કરીશું. યુવાનોને નોકરીની તક આપતા હોય તો, 300 પદ માટે 18 હજાર ઉમેદવાર આવે કઇ રીતે. 18 હજાર ક્લાસ - 2 જુનિયર એન્જિનીયર, હાઇલી ક્વોલીફાઇડ એન્જિનીયર્સ છે.
નિયમોનું અનુકરણ કરીને તક આપો
વધુમાં તેમણે ઉમેર્યું કે, ભરતીમાં GSO - 3 નું અનુકરણ કરવાની વાત કરવામાં આવી છે. તેમાં સ્પષ્ટ નિયમ છે, તેમાં એવું લખ્યું છે કે, 50 માર્કસ જનરલના લેવા અને 45 માર્કસ SC/ST/OBC ના લેવા. હવે તેમને લેવામાં નથી આવતા. નિયમોનું અનુકરણ કરીને વિદ્યાર્થીઓને તક આપવી જોઇતી હતી. તક આપવાથી વિદ્યાર્થીઓને નોકરી તો મળી જવાની નથી. આ વિદ્યાર્થીઓને હળહળતો અન્ય છે. અત્યારે એક નાગરિક તરીકે અમે આવ્યા હતા, અમને એમ કે ગુજરાત સરકાર પારદર્શી અને સંવેદનશીલ સરકાર છે. મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ છે. પાંસ ડિસ્કોમ કંપની દ્વારા પરીક્ષા લેવામાં આવતી હોય, અને અમે તેની રજુઆત લઇને આવતા હોઇએ તે ન સાંભળવામાં આવે. તો ક્યાંની મૃદુતા અને ક્યાંની મક્કમતા.
નિયમોમાં તે લોકો ખોટા છે
વધુમાં તેમણે જણાવ્યું કે, અત્યારે વિજ કંપની મનમાની કરી હતી, દાદાગીરી કરી હતી. અમે આ રોડ પર સુઇને જેટકોના કર્મચારીઓ ઇલેક્ટ્રીકલ આસિસ્ટન્ટનાને ન્યાય અપાવ્યો હતો. આવનાર દિવસોમાં અમારે ધરણા કરવા પડે, ઘેરાઓ કરવો પડે, અમે અધિકારીઓ સાથે ચર્ચા કરવા માંગતા હતા. નિયમોમાં તે લોકો ખોટા છે. નેતાઓ તથા તેમના ચમચાઓની યુનિ. છે. તે યુનિ.ની ડિગ્રીઓ વેચાય છે. આ પ્રકારની વિસંગતતાઓ ઘણી બધી છે.
અમારા સંસ્કારો અમને રોકી રહ્યા છે
આખરમાં તેમણે ઉમેર્યું કે, UPSC કોઇ પણ ગ્રેજ્યુએટને પરીક્ષા આપવા દે છે. અહિંયા મીનીમમ 50 ટકા, 55 ટકા જોઇશે, તો જ તમે પરીક્ષા આપી શકો. આવી ઘણી વિસંગતતાઓ છે. જેના કારણે વિદ્યાર્થીઓ-ડિગ્રીધારકો મુશ્કેલીમાં મુકાયા છે. જે લોકો જે રીતે સમજશે, તે ભાષામાં અમે જવાબ આપીશું. અમને અધિકારીઓની ભાષામાં જવાબ આપતા આવશે. પરંતુ અમારી મર્યાદા છે, એટલે અમે તેમ નથી કરતા. અમારી મર્યાને અમારી મજબુરી ન સમજતા. અમારા સંસ્કારો અમને રોકી રહ્યા છે. તમે સિમિત દાયરામાં રહો તે સારી વાત છે. આવેદન, નિવેદન અને રજુઆતથી અમે આગળ વધીએ છીએ. અમે કોર્ટમાં જઇ શકીએ છીએ. બીજું અગાઉની જેમ ધરણા પ્રદર્શન કરવાની અમારી તૈયારીઓ છે.
કોઇ સાંભળવા માટે તૈયાર નથી
વિદ્યાર્થીઓ સર્વે જણાવે છે કે, અત્યારે અમે એપોઇન્ટમેન્ટ લેવા માટે આવ્યા હતા. અમને એપોઇન્ટમેન્ટ નથી આપી. અમને કહ્યું કે, તમને નહી મળવા મળે. અમને એક્ઝામમાં પ્રી ક્વોલીફાય કરીને મેઇન્સ એક્ઝામમાં બેસવામાં આવે. અમે 45 માર્કસ સાથે પ્રિલિમ્સ ક્વોલીફાઇ કરી લીધી છે. અમને પહેલા જ અનક્વોલીફાય કરી દેવામાં આવ્યા છે. આવા 2 હજાર વિદ્યાર્થીઓ છે. અમે રજુઆત કરવા માંગીએ છીએ. પણ કોઇ સાંભળવા માટે તૈયાર નથી. જે નિયમો છે, તેનું અનુસરણ કરવું જોઇએ. નિયમાનુસાર ભરતી કરો તેટલી અમારી માંગ છે. અમે મળવા માટે આવ્યા છીએ.
આ પણ વાંચો -- Ahmedabad: ક્રિકેટ સટ્ટો રમાડવાના કેસમાં શાહરૂખ ખાનની કરાઈ ધરપકડ