Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : કોંગી આગેવાનોને DCP એ ધક્કે ચઢાવતા સામ-સામે આવ્યા

VADODARA : કોંગ્રેસના અગ્રણી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (RAHUL GANDHI - CONGRESS LEADER) વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી મામલે તાજેતરમાં વડોદરા શહેર કોંગ્રેસ (VADODARA CITY CONGRESS) દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે બાદમાં તમામ રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા...
11:49 AM Sep 20, 2024 IST | PARTH PANDYA

VADODARA : કોંગ્રેસના અગ્રણી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (RAHUL GANDHI - CONGRESS LEADER) વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી મામલે તાજેતરમાં વડોદરા શહેર કોંગ્રેસ (VADODARA CITY CONGRESS) દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે બાદમાં તમામ રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે આવી પહોંચ્યા હતા. દરમિયાન રાવપુરા પોલીસ મથકમાં ડીસીપી અભય સોનીએ કોંગ્રેસના સિનિયર આગેવાન, સરકારના પૂર્વ મંત્રી ભીખાભાઇ રબારીને ધક્કે ચઢાવતા માહોલ ગરમાયો હતો. અને ડીસીપી તથા શહેર કોંગ્રેસ પ્રમુખ વચ્ચે તુતુમેંમેં ના દ્રશ્યો સર્જાયા હતા. જો કે, અન્ય પોલીસ કર્મીઓએ દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો.

રૂત્વિજ જોશી અને ભીખાભાઇ રબારીને ધક્કે ચઢાવ્યા

તાજેતરમાં લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે. તે મામલે તાજેતરમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. દેખાવો બાદ પોલીસ ફરિયાદ નોંધવાની માંગ સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોંગી કાર્યકરો ફરિયાદ આપવા માટે પગપાળા રાવપુરા પોલીસ મથકમાં આવ્યા હતા. જ્યાં ડીસીપી અભય સોની એ કોંગ્રેસના શહેર પ્રમુખ રૂત્વિજ જોશી અને રાજ્યના પૂર્વ મંત્રી ભીખાભાઇ રબારીને ધક્કે ચઢાવ્યા હતા. આ ઘટનાનો વીડિયો હાલ સપાટી પર આવ્યો છે. જેમાં જોવા મળે છે કે, ધક્કો મારતા ડીસીપી અભય સોની કહેતા હતા કે, બહાર નિકાલો ઇનકો. તો બીજી તરફ ભીખાભાઇ રબારીએ જણાવ્યું કે, હું પૂર્વ મંત્રી છું તમે આવી રીતે ના કરી શકો. અને રૂત્વિજ જોશીએ તરત જ આક્રોશિત થઇને પ્રતિકાર કરવાનો શરૂ કરી દીધો હતો.

મામલો થાળે પાડવા માટે અન્ય પોલીસ કર્મીઓ આગળ આવ્યા

બાદમાં અન્ય પોલીસ કર્મીઓ વચ્ચે પડ્યા હતા. અને કડકાઇ દાખવત ડીસીપી અભય સોનીને શાંતિપૂર્વક રીતે ત્યાંથી અંદર લઇ ગયા હતા. તો બીજી તરફ મામલો થાળે પાડવા માટે અન્ય પોલીસ કર્મીઓએ કોંગ્રેસના આગેવાનો જોડે સમજાવટ શરૂ કરી હતી. આખરે મામલે થાળે પડ્યો હતો. ડીસીપી દ્વારા કોંગી આગેવાનો પર કરવામાં આવેલા વર્તનનો તમામે વખોડી કાઢ્યો હતો.

આ પણ વાંચો -- VADODARA : દેશનો CGBM પદ્ધતિથી તૈયાર રોડ પૂર સમયે અડીખમ રહ્યો

Tags :
AngryCongressDcpEnvironmentForceleadersphysicallyVadodara
Next Article