Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : VVIP મુવમેન્ટને પગલે SOU તરફ જવાના રસ્તે "શરતો લાગુ"

VADODARA : ડભોઇ પાલિકાના ચીફ ઓફીસર જયકીશન એમ. તડવી અને પાલિકા પ્રમુખ બિરેન એસ. શાહ દ્વારા સંયુક્ત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
vadodara   vvip મુવમેન્ટને પગલે sou તરફ જવાના રસ્તે  શરતો લાગુ

VADODARA : 31, ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જન્મ જયંતિ રાષ્ટ્રીય એકતા દિવસ (RASTRIY EKTA DIWAS - 2024) ની રંગેચંગે ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM NARENDRA BHAI MODI) સહિતના મહાનુભવો હાજર રહેનાર હોવાના કારણે ડભોઇ નગર પાલિકા (DABHOI ADMINISTRATION) ના ચીફ ઓફીસર અને પ્રમુખ દ્વારા સંયુક્ત રીતે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં 2, નવેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી (STATUE OF UNITY) તરફ જવાના રસ્તાના મુખ્ય માર્ગ પર ફટાકડા ફોડવા તથા તહેવારની ઉજવણી નિમિત્તે ભેગા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આમ, આ રસ્તા પર આગામી બે દિવસ માટે શરતો લાગુ કરવામાં આવી છે. જેને તામે અનુસરવાનું રહેશે.

Advertisement

વીવીઆઇપી મહાનુભવોની મુવમેન્ટ મોટા પાયે થનાર છે

વડોદરા પાસે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાસે સરદાર પટેલના વિશાળ પ્રતિમા પાસે રાષ્ટ્રીય એકતા દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પર્વની ઉજવણીમાં હાજર રહેશે. અને કરોડો રૂપિયાના વિકાસકાર્યોની ભેંટ સ્થાનિકોને આપનાર છે. ત્યારે ડભોઇમાં વીવીઆઇપી મહાનુભવોની મુવમેન્ટ મોટા પાયે થનાર છે. તે પૈકી મોટા ભાગના વીવીઆઇપી મહાનુભવો માર્ગ મારફતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચનાર છે. જેને ધ્યાને રાખીને ડભોઇ પાલિકાના ચીફ ઓફીસર જયકીશન એમ. તડવી અને પાલિકા પ્રમુખ બિરેન એસ. શાહ દ્વારા એક સંયુક્ત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

મુખ્ય માર્ગ પર કોઇ પણ જાતના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

જાહેરનામામાં તેમણે જણાવ્યું કે, તમા મહાનુભવો રોડ માર્ગે ડભોઇ-સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પરથી પસાર થનાર હોવાથી સંપૂર્ણ સફાઇ પાલિકા દ્વારા કરી દેવામાં આવી છે. દિવાળીના તહેવાર નિમિત્તે 2, નવેમ્બર-2024 સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય માર્ગ પર કોઇ પણ જાતના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથે આ માર્ગ પર કોઇ પણ વ્યક્તિઓએ ભેગ થવું નહી. અને તહેવારની ઉજવણી કરવી નહીં. આ જાહેરનામું 29, ઓક્ટોબરના રોજ બહાર પાડવામાં આવ્યું છે. અને ત્યારથી જ તેની અમલવારી કરાવવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પાવર એન્જિનમાં ખામી સર્જાતા ટ્રેન રોકી રખાઇ, ફાટકની બંને બાજુ ટ્રાફીક જામ

Advertisement
Tags :
Advertisement

.