Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : શહેરમાંથી એક પછી એક મહાકાય મગરનું રેસ્ક્યૂ, ટીમો સતત કાર્યરત

VADODARA : વડોદરા (VADODARA) માં પૂરના પાણી ઓસરતા જ અનેકવિધ વિસ્તારોમાં મગર નિકળવાની ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં છેલ્લા 5 દિવસથી કોઇના કોઇ વિસ્તારમાં મગર રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે. જે સિલસિલો આજે પણ યથાવત છે. તાજેતરમાં શહેરના શુભ...
vadodara   શહેરમાંથી એક પછી એક મહાકાય મગરનું રેસ્ક્યૂ  ટીમો સતત કાર્યરત

VADODARA : વડોદરા (VADODARA) માં પૂરના પાણી ઓસરતા જ અનેકવિધ વિસ્તારોમાં મગર નિકળવાની ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં છેલ્લા 5 દિવસથી કોઇના કોઇ વિસ્તારમાં મગર રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે. જે સિલસિલો આજે પણ યથાવત છે. તાજેતરમાં શહેરના શુભ બંગ્લો વિસ્તારમાં મહાકાય મગર આવી ગયો હતો. જે અંગે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના વોલંટીયર્સનો સંપર્ક કરતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને 12 ફૂટના મગરનું રેસ્ક્યૂ કરીને તેને સહીસલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

Advertisement

તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા

વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ અલગ અલગ વિસ્તારોમાં મગર નિકળવાની ઘટનાઓ સામે આવી રહી છે. વિતેલા 3 દિવસથી અલગ અલગ એનજીઓ દ્વારા એક પછી એક મહાકાય મગરોનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. જે સિલસિલો આજે યથાવત રહ્યો છે. ગત મોડી રાત્રે શહેરના શુભ બંગ્લો વિસ્તારમાં મહાકાય મગર આવી ગયો હતો. જે અંગે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના વોલંટીયર્સનો સંપર્ક કરતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને 12 ફૂટના મગરનું રેસ્ક્યૂ કરીને તેને સહીસલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

Advertisement

સફળતા પૂર્વક રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો

અન્ય રેસ્ક્યૂ કોલ અંગે પ્રાપ્ત જાણકારી અનુસાર, ગતરાત્રે શહેરના નવલખી ગ્રાઉન્ડમાં આવેલા કૃત્રિમ તળાવમાં મગર નિકળ્યો હોવાની જાણ ત્યાંના સિક્યોરીટી જવાને કરી હતી. સ્થળ પર જઇને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટની ટીમોએ જોતા તળાવના ગેટ પાસે 10 ફૂટનો મોટો મગર જોવા મળ્યો હતો. જેને સફળતા પૂર્વક રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો છે.

Advertisement

મોડી રાત્રે રેસ્ક્યૂ કોલ

વધુ એક રેસ્ક્યૂ કોલ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્ર્સ્ટના પ્રમુખને મોડી રાત્રે 2 વાગ્યે ફોન આવ્યો હતો. અને જણાવ્યું કે, અટલાદરામાં આવેલી કંપનીમાં મગર નિકળ્યો છે. જે બાદ વોલંટીયર્સ સ્થળ પર પહોંચ્યા હતા. જેમાં ત્રણ ફૂટનું મગરનું બચ્ચુ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ ત્રણ વાગ્યે ગુજરાત ટ્રેક્ટર પાસે મગર આવ્યો હોવાની જાણ થતા ટીમો પહોંચી હતી અને 9 ફૂટના મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મગરને સાવચેતી પૂર્વક વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો -- VADODARA : "પાણીની દુર્ગંધથી હવે ઉલટી થાય છે", સ્થાનિકનો બળાપો

Tags :
Advertisement

.