Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : ક્રિકેટર કપિલ દેવનો અંશુમન ગાયકવાડને સંદેશ,"આપણે સાથે બેસીને... "

VADODARA : ક્રિકેટ જગતનું મોટું નામ અંશુમન ગાયકવાડ (EX CRICKETER ANSHUMAN GAEKWAD ) હાલ શહેરના ગેંડા સર્કલ પાસેની ખાનગી હોસ્પિટલમાં કેન્સરની સારવાર લઇ રહ્યા છે. હેઠળ છે. તેમની તબિયત સુધારા પર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ત્યારે અંશુમન ગાયકવાડ માટે...
12:50 PM Jul 24, 2024 IST | PARTH PANDYA

VADODARA : ક્રિકેટ જગતનું મોટું નામ અંશુમન ગાયકવાડ (EX CRICKETER ANSHUMAN GAEKWAD ) હાલ શહેરના ગેંડા સર્કલ પાસેની ખાનગી હોસ્પિટલમાં કેન્સરની સારવાર લઇ રહ્યા છે. હેઠળ છે. તેમની તબિયત સુધારા પર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ત્યારે અંશુમન ગાયકવાડ માટે તેમના જુના મિત્ર અને પૂર્વ ક્રિકેટર કપિલ દેવે (EX. CRICKETER KAPIL DEV) વીડિયો મેસેજ મોકલ્યો છે. જેમાં તેઓ જણાવે છે કે, આપણી પાસે કહેવા-સાંભળવા માટે ઘણી વાતો છે. મળીશું, વાતો કરીશું, તમે પહેલા સાજા થઇ જાઓ એટલા સારા થઇ જાઓ કે આપણે સાથે બેસીને ચા-કોફી... એક નાનો ડ્રીંક લઇ શકીએ. તાજેતરમાં અંશુમન ગાયકવાડની સારવાર માટે બીસીસીઆઇ (BCCI) દ્વારા રૂ. 1 કરોડની સહાય કરવામાં આવી હોવાનું સપાટી પર આવ્યું હતું.

બીસીસીઆઇ દ્વારા રૂ. 1 કરોડની સહાય

પૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમન ગાયકવાડને ડિફેન્સ ટેકનિક માટે 'ધ ગ્રેટ વોલ' તરીકે પણ ઓળખવામાં આવતા હતા. આ ટેક્નિક તે સમયે પણ ખૂબ જ મહત્વપૂર્ણ હતી. કારણ કે વેસ્ટ ઈન્ડિઝના ઝડપી બોલરોએ વિશ્વ મંચ પર પ્રભુત્વ જમાવ્યું હતું. અંશુમન ગાયકવાડ 40 ટેસ્ટ મેચોમાંથી મોટાભાગની મેચોમાં સુનીલ ગાવસ્કરના ઓપનિંગ પાર્ટનર હતા. તેમને લિટલ માસ્ટરનો 'જમણો હાથ' પણ કહેવામાં આવતા હતા. હાલ અંશુમન ગાયકવાડ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં કેન્સરની સારવાર હેઠળ છે. સુત્રોના જણાવ્યા અનુસાર, તેમની તબિયત સુધારા પર છે. તાજેતરમાં તેમની સારવાર માટે કપિલ દેવના કહેવાથી બીસીસીઆઇ દ્વારા રૂ. 1 કરોડની સહાય આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે કપિલ દેવે એક વીડિયો મારફતે અંશુમન ગાયકવાડ માટે અંગ્રેજીમાં સંદેશ મોકલ્યો છે. જેમાં જલ્દી સાજા થઇ જવા સહિતની વાત છે.

ખરાબ સમય આવે અને જાય છે

સારવાર હેઠળ અંશુમન ગાયકવાડને પૂર્વ ક્રિકેટર કપિલ દેવ વીડિયો મેસેજમાં જણાવે છે કે, કેમ છો, અંશુ. તમે ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યા છો. જીવનમાં આપણે સૌ ખરાબ સમયમાંથી પસાર થતા હોઇએ છીએ. મને સારા દિવસો યાદ આવી રહ્યા છે, તમારા નેતૃત્વમાં મારી પહેલી મોઇનુદ્દુલ્લા ગોલ્ડ કપ ની મેચ રમી હતી. તમે અમારા કેપ્ટન હતા. મને યાદ છે કે, હું જ્યારે કેપ્ટન હતો, ત્યારે તમે જલદપુરમાં પાકિસ્તામ સામે 200 રન મેળવ્યા હતા. ખરાબ સમય આવે અને જાય છે. તમે એક યોદ્ધા છો, ભગવાને આપેલા જીવનને જીવો. હું તમારા સારા થવાની આશા રાખું છું. ખુશ રહો,

એક નાનો ડ્રીંક લઇ શકીએ

વધુમાં વીડિયોમાં જણાવે છે કે, આપણે બધાયે એક દિવસ જવાનું છે. પણ માણસની સારી વાત એ છે કે, તે પરિસ્થિતીઓ સામે લડે છે. ક્રિકેટના ફિલ્ડમાં, જે થશે તે જોયું જશે, આશા રાખીએ કે આપણે જલ્દીથી જલ્દી મળીશું. આપણે ભેગા મળીને સેલીબ્રેશન કરીશું. તમે તમારૂ ધ્યાન રાખો. જે કંઇ થાય છે, તે સારા માટે થાય છે. તમે એક ઉમદા વ્યક્તિ છો. આપણી પાસે કહેવા-સાંભળવા માટે ઘણી વાતો છે. મળીશું, વાતો કરીશું, તમે પહેલા સાજા થઇ જાઓ એટલા સારા થઇ જાઓ કે આપણે સાથે બેસીને ચા-કોફી... એક નાનો ડ્રીંક લઇ શકીએ. તમારૂ ધ્યાન રાખજો. ક્રિકેટજગત તરફથી તમને ખુબ પ્રેમ, અમે તમારા માટે ગર્વ અનુભવીએ છીએ. લવ યુ અંશુ. ધ્યાન રાખજો.

આ પણ વાંચો -- Paris Olympics 2024 : જાણો 128 વર્ષ જૂના ઓલિમ્પિકના ગૌરવશાળી ઈતિહાસ વિશે

Tags :
anshumancricketerDevgaekwadkapilmessagesentTreatmentunderVadodaraVideo
Next Article