Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : કોંગ્રેસનું બેનર ફાડતા પોલીસ તપાસની માંગ

VADODARA : અગ્રણીએ માંજલપુર પોલીસ મથકમાં અરજી કરી છે. સીસીટીવી તપાસીને આ કૃત્ય કરનાર શખ્સને દબોચી તેની સામે ગુનો દાખલ કરવા માટેની માંગ
vadodara   કોંગ્રેસનું બેનર ફાડતા પોલીસ તપાસની માંગ
Advertisement

VADODARA : દિપાવલી (DEEPAVALI) ટાણે વડોદરા શહેર (VADODARA CITY) માં ઠેર ઠેર શુભેચ્છાઓના બેનર લગાડવમાં આવ્યા છે. ત્યારે શહેરના માંજલપુર વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા દિવાળી શુભેચ્છાના બેનર લગાડવામાં આવ્યા હતા. જે તાજેતરમાં ફાડી નાંખવામાં આવ્યા હોવાનું ધ્યાને આવતા કોંગી કાર્યકરોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. આ અંગે કોંગી અગ્રણીએ માંજલપુર પોલીસ મથકમાં અરજી કરી છે. અને નજીકના સીસીટીવી તપાસીને આ કૃત્ય કરનાર શખ્સને દબોચી તેની સામે ગુનો દાખલ કરવા માટેની માંગ કરવામાં આવી છે. બેનર ફાટવાને પગલે રાજકીય મોરચે ખળભળાટ મચી જમા પામ્યો છે.

બેનરને દ્વેષ, વેરભાવ, ઇર્ષ્યા રાખીને ફાડી નાંખવામાં આવ્યા

દિપાવલી સમયે શુભેચ્છા આપતા પોસ્ટરો શહેરભરમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા માંજલપુર વિસ્તારમાં આવેલા સરસ્વતી ચાર રસ્તા પાસે લગાડવામાં આવેલું બેનર ફાટેલું મળી આવતા તમામમાં રોષ ફાટી નીકળ્યો છે. જેને પગલે કોંગી આગેવાન મેદાને આવ્યા છે. આ અંગે કોંગ્રેસના કામદાર આગેવાન મહેશ સોલંકી દ્વારા માંજલપુર પોલીસ મથકના પીઆઇને ઉદ્દેશીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેમણે જણાવ્યું કે, અમારા કાર્યકર્તાઓ દ્વારા લગાડવામાં આવેલ બેનરને દ્વેષ, વેરભાવ, ઇર્ષ્યા રાખીને ફાડી નાંખવામાં આવ્યા છે.

Advertisement

ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ

આપના પોલીસ મથક વિસ્તારમાં બનેલી ઘટનાની ઝીણવટભરી તપાસ કરીને ચાર રસ્તા પર લગાડેલા સીસીટીવી કેમેરા તથા આજુબાજુની દુકાન-લારી-ગલ્લા વાળાની તપાસ કરીને આ કૃત્ય કરનાર સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. એક જ રાજકીય પક્ષનું બેનર ફાટવાના પગલે વિસ્તારમાં ચર્ચાઓ જાગી છે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : એક જ જગ્યાએ બીજી વખત ભૂવો પડતા નબળી કામગીરી ખુલ્લી પડી

Tags :
Advertisement

.

×