Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : જિલ્લા કલેક્ટર કચેરી સ્વચ્છ ઉર્જા સ્ત્રોતથી જોડાશે, કામગીરી જારી

VADODARA : વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી (VADODARA DISTRICT COLLECTOR OFFICE) ને સ્વચ્છ ઉર્જા સ્ત્રોત (CLEAN ENERGY) સાથે જોડવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. જિલ્લા કલેક્ટર કચેરીના બે વિંગને સોલાર પેનલ (SOLAR PANEL) થી સજ્જ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે....
vadodara   જિલ્લા કલેક્ટર કચેરી સ્વચ્છ ઉર્જા સ્ત્રોતથી જોડાશે  કામગીરી જારી

VADODARA : વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી (VADODARA DISTRICT COLLECTOR OFFICE) ને સ્વચ્છ ઉર્જા સ્ત્રોત (CLEAN ENERGY) સાથે જોડવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. જિલ્લા કલેક્ટર કચેરીના બે વિંગને સોલાર પેનલ (SOLAR PANEL) થી સજ્જ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. જેના કારણે આવનાર સમયમાં જિલ્લા કલેક્ટર કચેરી વિજ બિલ ભરવાની જગ્યાએ વિજળી ઉત્પાદક બનીને અન્યને મદદરૂપ થાય તેમ થાય તો નવાઇ નહીં.

Advertisement

વિજ બીલ લગભગ શૂન્ય થઇ શકે

રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છ ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ વધારવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે. તે પૈકી એક સૌર ઉર્જા છે. તાજેતરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી જિલ્લા કલેક્ટર કચેરીના જમીનના રેકોર્ડ રૂમમાં પાણી ટપકવાના કારણે તે ચર્ચામાં આવી હતી. તે બાદ આજે વધુ એક વખત જિલ્લા કલેક્ટર કચેરી ચર્ચામાં આવી છે. આજે ચર્ચામાં આવવાનું કારણ કચેરીમાં વ્યાપક સોલાર પેનલ લગાડવાની કામગીરી છે. વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીના ધાબે હાલ સોલાર પેનલ લગાડવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ સોલાર પેનલ થકી આવનાર સમયમાં કલેક્ટર કચેરીનું વિજ બીલ લગભગ શૂન્ય થઇ શકે છે. અને જો તેના વપરાશ સામે તેનું ઉત્પાદન વધારે હશે તો અન્યને પણ વિજળી આપી શકશે.

અંદાજિત ખર્ચ રૂ. 25 લાખ આંકવામાં આવી રહ્યો છે

સુત્રોના જણાવ્યા અનુસાર, જિલ્લા કલેક્ટર કચેરીની બે વિંગમાં સોલાર પેનલ બેસાડવાની કામગીરી ચાલી રહી છે. બંને વિંગમાં થઇને કુલ 75 કેવીની ક્ષમતાવાળી સોલાર પેનલ બેસાડવામાં આવશે. જેનો અંદાજિત ખર્ચ રૂ. 25 લાખ આંકવામાં આવી રહ્યો છે. આ કામગીરી ટુંકા સમયગાળામાં પૂર્ણ થાય તેવું સુત્રો ઉમેરી રહ્યા છે. આમ, નવી કલેક્ટર કચેરીનું વિજ બિલ શૂન્ય થવાની દિશામાં ડગ મંડાવવાના શરૂ થઇ ગયા છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ફરજમાં "મનમાની" કરતા 9 શિક્ષકો સામે કડક કાર્યવાહીની તૈયારી

Advertisement
Tags :
Advertisement

.