કચ્છમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે તંત્ર સજ્જ
આગામી ૨૮ માર્ચથી ૧૨ એપ્રિલ દરમિયાન યોજાનાર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષા માટેના આયોજન અંગેની બેઠક કચ્છના કલેકટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષા કચ્છ જિલ્લામાં ભયમુકત અને ગેરરીતિવગર, શાંતિપૂર્ણ સોહાર્દમાં પૂર્ણ કરવામાં આવે તે માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.કલેકટરે àª
Advertisement
આગામી ૨૮ માર્ચથી ૧૨ એપ્રિલ દરમિયાન યોજાનાર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષા માટેના આયોજન અંગેની બેઠક કચ્છના કલેકટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષા કચ્છ જિલ્લામાં ભયમુકત અને ગેરરીતિવગર, શાંતિપૂર્ણ સોહાર્દમાં પૂર્ણ કરવામાં આવે તે માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
કલેકટરે પરીક્ષાર્થીઓ સ્વસ્થતાપૂર્વક, શાંતિથી અને ગેરરીતિવગર પરીક્ષા આપે તે માટે ઝોનલ ઓફીસરો, નિરીક્ષકો અને પરીક્ષકોને જરૂરી અગત્યના સૂચનો કર્યા હતા. બિલ્ડીંગોની ચકાસણી, સીસીટીવી કેમેરા, મોબાઇલ કે સ્માર્ટ વોચ સાથે ના રાખવા દેવા તેમજ પરીક્ષા કેન્દ્ર પર તેમજ તેની નજીકના ઝેરોક્ષ મશીનો બંધ રાખવા અને વિજીલન્સ ઓફિસરોને કરવાની કામગીરી કલેકટરે સમજાવી હતી. જિલ્લાના સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર જરૂર પડે પરીક્ષા સમિતિના અધ્યક્ષ કલેકટરનો સીધો સંપર્ક કરવા પણ જણાવાયું હતું. ભચાઉ અને રાપર ખાતેના સેન્ટરોમાં તકેદારી અને વ્યવસ્થા જાળવવા ચર્ચા કરાઇ હતી. જિલ્લા શિક્ષણાધિકારી ડો.બી.એન.પ્રજાપતિએ જિલ્લામાં પાંચ ઝોનલ અધિકારીઓ સાથે પાંચ ઝોનમાં ધોરણ ૧૦ના ૩૦૭૩૬ પરીક્ષાર્થીઓ ભુજ, ગાંધીધામ, નખત્રાણાના ૩૬ કેન્દ્ર અને ૧૧૩ બિલ્ડીંગોમાં તેમજ ધોરણ ૧૨ના ૧૩૪૯૯ પરીક્ષાર્થીઓ ભુજ અને ગાંધીધામના ૧૭ કેન્દ્રોની ૫૨ (બાવન) બિલ્ડીંગોથી પરીક્ષા આપશે એમ જણાવ્યું હતું. આ તકે તેમણે કહયું હતું કે, ભચાઉમાં બાલાસર અને લાકડીયા ખાતે નવા પરીક્ષા સેન્ટરો આ વર્ષથી પ્રારંભ કરાયા છે. પરીક્ષાર્થીઓ માટે પરીક્ષા સ્થળ સુધી બસમાં લઇ જવાની અને જયાં બસ સગવડો નથી ત્યાં ખાનગી વાહનોની સગવડ પરીક્ષાર્થીઓ માટે કરવામાં આવી છે.