VADODARA : શૂઝ ખેંચતા સંતાયેલો કોબ્રા સાપ ફેણ તાણીને બહાર નિકળ્યો
VADODARA : વડોદરા (VADODARA) ના તરસાલી વિસ્તારમાં આવેલી શરદનગર સોસાયટીમાં ગત બપોરે શૂઝમાં સંતાયેલો કોબ્રા સાપ (COBRA SNAKE) ફેણ તાણીને બહાર નિકળ્યો હતો. રેસ્ક્યૂઅર દ્વારા શૂઝમાં છુપાયેલા સાપને બહાર કાઢવા માટે પ્રયત્નો કર્યા હતા. બાદમાં સાપને રેસ્ક્યૂ કરીને સલામત રીતે વન વિભાગને સોંપી દેવામાં આવ્યો છે. આમ ઝેરી ગણાતા કોબ્રા સાપથી પરિવારને સલામતી મળતા તમામે હાશકારો અનુભવ્યો છે.
શોધખોળ કરી છતાં સાપ હાથ લાગ્યો ન્હતો
વડોદરાની મધ્યમાંથી વિશ્વામિત્રી નદી પસાર થઇ રહી છે. વિશ્વામિત્રી નદી અને સરિસૃપોનું નિવાસ સ્થાન છે. સામાન્ય રીતે ચોમાસામાં સરિસૃપો બહાર નીકળવાની ઘટનાઓ સામે આવતી રહે છે. પરંતુ આજકાલ વગર ચોમાસે આવી ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં તરસાલીના શરદનગરમાં સોસાયટીમાં આવેલા એક મકાનમાં કોબ્રા સાપ ઘૂસી ગયો હતો. પરિવારે તેની શોધખોળ કરી છતાં સાપ હાથ લાગ્યો ન્હતો. આખરે બીજા દિવસે બપોરે સાપ શૂઝમાં ભરાઇ રહ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું.
30 મીનીટ સુધી સાપને ડબ્બામાં પુરવાની મથામમ ચાલી
ત્યાર બાદ સાપને રેસ્ક્યૂ કરવા માટે પરિવારે પ્રાણીન ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો હતો. જે બાદ રેસ્ક્યૂ કરવા માટે વોલંયીટર્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. શૂઝમાંથી સાપને બહાર કાઢવા માટે તેને ઉંચુ કરવામાં આવ્યું હતું. થોડીક હલચલ થતા જ કોબ્રા સાપ ફેણ તાણીને બહાર આવ્યો હતો. ઝેરી સાપ હોવાના કારણે તેને સાવચેતી પૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. 30 મીનીટ સુધી સાપને ડબ્બામાં પુરવાની મથામમ ચાલી હતી.
સલામત સ્થળે કુદરતી વાતાવરણમાં મુક્ત કરી દેવામાં આવશે
કોબ્રા સાપને રેસ્ક્યૂ કરીને સલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, કોબ્રાને ટુંકા ગાળામાં જ સલામત સ્થળે કુદરતી વાતાવરણમાં મુક્ત કરી દેવામાં આવશે.
આ પણ વાંચો -- VADODARA : ડ્રેનેજ નજીકથી બહાર નીકળેલો મગર અટવાયો, લોકટોળા વચ્ચે રેસ્ક્યૂ