Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : રિંગરોડના નિર્માણ માટે રૂ. 316 કરોડની ફાળવણી

VADODARA : ​મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (BHUPENDRA PATEL - GUJARAT CM) વડોદરા (VADODARA) મહાનગરમાં રિંગરોડ નિર્માણ માટે ૩૧૬.૭૮ કરોડ રૂપિયાની ફાળવણી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કરી છે. વડોદરા મહાનગર અને તેના આસપાસના ઐદ્યોગિક વિસ્તારોના સતત વધતા જતા વિકાસ...
07:41 AM Aug 18, 2024 IST | PARTH PANDYA

VADODARA : ​મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (BHUPENDRA PATEL - GUJARAT CM) વડોદરા (VADODARA) મહાનગરમાં રિંગરોડ નિર્માણ માટે ૩૧૬.૭૮ કરોડ રૂપિયાની ફાળવણી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કરી છે. વડોદરા મહાનગર અને તેના આસપાસના ઐદ્યોગિક વિસ્તારોના સતત વધતા જતા વિકાસ વ્યાપને પગલે ટ્રાફિકનું ભારણ હળવું કરવા સાથેના સુઆયોજીત વિકાસ માટે વુડાએ રિંગરોડ બનાવવાની જરૂરીયાત દર્શાવતું પ્રેઝન્ટેશન અને દરખાસ્ત GUDM માં કરી હતી.

રીંગ રોડના પ્રથમ તબક્કા માટે રકમની ફાળવણી

​મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ દરખાસ્ત રજૂ થતાં તેમણે વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ વુડાને રિંગરોડ નિર્માણ માટે આ ૩૧૬.૭૮ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. ​વડોદરા મહાનગરમાં આ રિંગરોડ સમગ્રતયા ૬૬ કિ.મી. લાંબો અને ૭૫ મીટર પહોળાઈ સાથે નિર્માણ થવાનો છે. તેના પ્રથમ તબક્કામાં ૪૫ મીટર પહોળાઈ સાથેના ૨૭.૫૮ કિ.મી. લંબાઈના રિંગરોડ માટે મુખ્યમંત્રીએ આ રકમ ફાળવી છે.

એક્તા નગર તરફ જતા રસ્તા પરનું ટ્રાફિક ભારણ ઓછું થશે

​આ ૨૭.૫૮ કિ.મી.ના રિંગરોડના પ્રથમ તબક્કા માટે નાણાં ફાળવણી થતાં હવે નિર્માણ કાર્ય વેગવંતુ બનશે. આના પરિણામે પૂર્વ વિસ્તારમાં ૧૦.૭૦ કિ.મી. અને પશ્ચિમ વિસ્તારમાં ૧૬.૮૪ કિ.મી. નું કામ હાથ ધરાશે. ​એટલું જ નહિ, સ્ટેચ્યુ ઓફ યુનિટિ-એક્તા નગર તરફ જતા રસ્તા પરનું ટ્રાફિક ભારણ ઓછું થશે અને મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે-૮ પરના વાહન વ્યવહારનો ટ્રાફિક પણ હળવો થશે.

આસપાસના વિસ્તારોમાં વિકાસને નવી ગતિ મળશે

​પશ્ચિમ વિસ્તારમાં જે ૧૬.૮૪ કિ.મી.ના રિંગરોડનું નિર્માણ થશે તેના કારણે ટ્રાફિક ભારણ ઘટવા સાથે રિંગરોડ ફરતે અને આસપાસના વિસ્તારોમાં વિકાસને નવી ગતિ મળશે.

આ પણ વાંચો -- Kheda: સખી મંડળની બહેનોએ રાખડીનું નિર્માણ-વેચાણ કરીને આજીવિકા મેળવી

Tags :
approvedCMGrantringRoadsoonstarttoVadodaraWork
Next Article