ડભોઈમાં ધાર્મિક સ્થળોને વિકસાવવા માટે કરોડોની ગ્રાન્ટ મંજૂર
અહેવાલ - પીન્ટુ પટેલ ,વડોદરા
યાત્રાધામ વિકાસ બોર્ડ ગુજરાત સરકારના ધાર્મિક વિસ્તારોને વિકસાવવા માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાડવવામાં આવી છે.જે પૈકી ડભોઈ મત વિસ્તારમાં 2 સ્થળોને વિકસિત કરવા માટે ધારાસભ્યની છેલ્લા પાંચ વર્ષથી માંગણી કરવામાં આવી હતી.તેને મંજૂર કરી દર્ભાવતી ડભોઈનગરીમાં આવેલા ગઢભવાની માતાજી મંદિર તેમજ વડોદરા તાલુકાના રાયપુર ગામે આવેલ ભાથુજી મંદિરના રીનોવેશન માટે અને વિકસિત કરવા માટે સરકાર દ્વારા ચાર કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.
ડભોઈ તાલુકા મત વિસ્તારના લોકલાડીલા વિકાસ પુરુષ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા દ્વારા ગામને વિકસિત કરવા માટે અને તેને અસલ રૂપમાં લાવવા માટે સરકાર અને પ્રવાસન યાત્રાધામ વિકાસ મંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી.સરકારે તેઓની રજૂઆતને ધ્યાનમાં લઈ યાત્રાધામ વિકાસ બોર્ડ ગુજરાત સરકાર ધાર્મિક સ્થળોને વિકસાવવા માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જે પૈકી ડભોઈ મત વિસ્તારના બે સ્થળોને ધાર્મિક યાત્રા પ્રવાસન તરીકે સમાવેશ કરવામાં આવ્યા હતા. જેમાં દર્ભાવતી નગરીના આવેલા ઐતિહાસિક ગઢ ભવાની મંદિરના રીનોવેશન અને મંદિરને અસલ રૂપમાં લાવવા માટે સરકાર દ્વારા ચાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તેમજ વડોદરા તાલુકાના રાયપુરા ભાથુજી મંદિર ખાતે પણ વ્યવસ્થા કરવામાં આવશે.જેમાં તમામ વ્યવસ્થા સંપૂર્ણ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવશે.ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રવાસન યાત્રાધામ વિકાસ બોર્ડના મંત્રી મુરબા બેડા દ્વારા જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તે બદલ આભાર માન્યો હતો.
આ પણ વાંચો - GLOBAL T20 CANADA 2023 : કેનેડિયન ગ્લોબલ T20 ટ્રોફીમાં એક ગુજરાતી બિઝનેસમેનની ટીમે વગાડ્યો ડંકો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે