Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સતત બીજા દિવસે હેલ્મેટ ડ્રાઇવ જારી, જાણો ACP એ શું કહ્યું

VADODARA : આટઆટલા પ્રયાસો બાદ પણ લોકો હેલ્મેટ પહેરવા અંગેની ગંભીરતા નથી સમજતા. અને અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે
vadodara   સતત બીજા દિવસે હેલ્મેટ ડ્રાઇવ જારી  જાણો acp એ શું કહ્યું

VADODARA : ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ ફરજીયાત પહેરવાના નિયમની અમલવારી માટે વડોદરા ટ્રાફીક પોલીસ (VADODARA TRAFFIC POLICE) દ્વારા નવા વર્ષમાં ચુસ્ત પગલાં લેવામાં આવી રહ્યા છે. ગતરોજ લાભ પાંચમથી સરકારી કચેરી બહાર જ પોલીસે હેલ્મેટની સ્પેશિયલ (HELMET DRIVE) ડ્રાઇવની શરૂઆત કરી હતી. જેમાં કચેરીમાં આવતા કર્મચારીઓ અને અરજદારો બંનેને હેલ્મેટના પહેર્યું હોય તેવા કિસ્સામાં મેમા આપવામાં આવ્યા હતા. આજે શહેરના સયાજીગંજ વિસ્તારમાં મહારાજા સયાજીરાવ યુનિ.ના ગેટ પાસે આ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.

Advertisement

ગતરોજથી વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી

રાજ્યભરમાં ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરીને વાહન ચલાવે તે માટે સમયાંતરે લોકજાગૃતિના પ્રયાસો કરવામાં આવે છે. પરંતુ આટઆટલા પ્રયાસો બાદ પણ લોકો હેલ્મેટ પહેરવા અંગેની ગંભીરતા નથી સમજતા. અને અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે વડોદરા શહેર ટ્રાફીક પોલીસ દ્વારા આ નિયમનું ચુસ્તપણે પાલન કરાવવા માટે ગતરોજથી વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં હેલ્મેટના નિયમનું પાલન નહીં કરનાર સામે કડક હાથે કાર્યવાહી કરતા દંડ ફટકારવામાં આવી રહ્યો છે. આજરોજ મહારાજા સયાજીરાવ યુનિ.ના ગેટ પાસે ડ્રાઇવ ચાલી રહી છે.

Advertisement

હેલ્મેટ નહીં પહેરવાનો દંડ રૂ. 500

વડોદરા શહેરના ટ્રાફીક એસીપી ડી. એમ વ્યાસ એ જણાવ્યું કે, હેલ્મેટ ફરજિયાત કરવું પડે તે આપણી માટે સારી વાત ના કહેવાય. લોકોએ સમજદારી દાખવીને હેલ્મેટ પહેરવું જ જોઇએ. અમારે લોકજાગૃતિના કાર્યક્રમો કરીને, ફરજિયાત હેલ્મેટ પહેરાવવું પડે, દંડ વસુલીને પહેરાવવું પડે તે અમને પણ નથી ગમતું. હેલ્મેટ નહીં પહેરવાનો દંડ રૂ. 500 વસુલવામાં આવે છે. હેલ્મેટ નહીં પહેરવાના કારણે જીવ ગુમાવવાની આંક મોટો છે, અમે તેમાં ઘટાડો ઇચ્છીએ છીએ. અકસ્માતમાં કેટલાક કિસ્સાઓમાં મૃત્યુ થાય છે, જીવનભરની ખોડ રહી જાય છે, અથવા ઘરના મોભી અકસ્માતનો ભેગ બને તે પરિવાર વિખેરાઇ જાય તેવી સ્થિતી પણ નકારી શકાય નહીં.

આ પણ વાંચો -- VADODARA : પાલિકાના બજેટ આંકને વટાવતુ પાણીનું બિલ, સરકાર પાસેથી મોટી આશા

Advertisement

Tags :
Advertisement

.