Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : SSG માં મૃત્યુ પામેલા બાળકનો રીપોર્ટ ચાંદીપુરા પોઝીટીવ

VADODARA : રાજ્ય (GUJARAT) માં ચાંદીપુરા વાયરલ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે વડોદરાની SSG હોસ્પિટલમાં ચાંદીપુરા (Chandipura vesiculovirus) ના શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ બાળકનું મોત નિપજ્યુ હોવાનું સામે આવ્યું છે. સાથે જ 1, જુલાઇના રોજ એક બાળકનું ચાંદીપુરાના લક્ષણોની સારવાર...
vadodara   ssg માં મૃત્યુ પામેલા બાળકનો રીપોર્ટ ચાંદીપુરા પોઝીટીવ

VADODARA : રાજ્ય (GUJARAT) માં ચાંદીપુરા વાયરલ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે વડોદરાની SSG હોસ્પિટલમાં ચાંદીપુરા (Chandipura vesiculovirus) ના શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ બાળકનું મોત નિપજ્યુ હોવાનું સામે આવ્યું છે. સાથે જ 1, જુલાઇના રોજ એક બાળકનું ચાંદીપુરાના લક્ષણોની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેના કારણે હવે ચાંદીપુરા સામે લડવા માટે તંત્રએ કમર કસી હોવાનું જાણવા મળી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, હાલ 7 બાળકો ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો સાથે સારવાર હેઠળ છે.

Advertisement

મૃત્યુ બાદ રિપોર્ટ પોઝીટીવા આવ્યો

વડોદરામાં મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) આવેલી છે. હાલ રાજ્યમાં ચાંદીપુરા વાયરલ ભારે હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં અન્ય જિલ્લાઓમાંથી ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો સાથેના દર્દીઓને સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, તાજેતરમાં ચાંદીપુરાના લક્ષણો સાથે રીફર કરવામાં આવેલા બાળકનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. તો બીજી તરફ સુત્રોએ ઉમેર્યું કે, 1 - જુલાઇના રોજ સાવલીના એક બાળકનું મૃત્યુ થયું હતું. હાલમાં તેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

એક બાળક આઇસીયુમાં

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં અત્યાર સુધી ચાંદીપુરાના લક્ષણો સાથે 7 બાળકોને સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા. જે પૈકી ચારનું મોત નિપજ્યું છે. મૃતક બાળકો વડોદરા સિવાયના જિલ્લાના હોવાનું સુત્રોએ ઉમેર્યું હતું. અને હાલ 7 બાળકો સારવાર હેઠળ છે. ગતરોજ જિલ્લા કલેક્ટર દ્વારા ચાંદીપુરા વાયરલ સામેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. અને પૂરતા બેડ અને દવાઓ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પારૂલ યુનિ.ના વિદેશી વિદ્યાર્થી પર હિંસક હુમલો, પોલીસ દોડતી થઇ

Advertisement
Tags :
Advertisement

.