Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : CGST કમિશનરની કચેરી દ્વારા ફરિયાદો નિવારવા માટે વિશેષ શિબિરનું આયોજન

VADODARA : તકેદારી સપ્તાહની ઉજવણી નિમિત્તે તા.૪ નવેમ્બરે યોજાનાર ફરિયાદ નિવારણ શિબિરનો લાભ લેવા માટે કરદાતાઓને અનુરોધ કરવામાં આવ્યો
vadodara   cgst કમિશનરની કચેરી દ્વારા ફરિયાદો નિવારવા માટે વિશેષ શિબિરનું આયોજન

VADODARA : કેન્દ્રીય તકેદારી આયોગ દ્વારા "સત્યનિષ્ઠાની કાર્ય સંસ્કૃતિ થકી રાષ્ટ્રની સમૃદ્ધિ"ની થીમ સાથે તા.૨૮ ઓક્ટોબર થી તા.૩ નવેમ્બર,૨૦૨૪ દરમિયાન તકેદારી જાગૃતિ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે CGST કમિશનરની કચેરી, વડોદરા (VADODARA) દ્વારા તા. ૪, નવેમ્બરના રોજ સવારે ૧૧ કલાકથી બપોરના ૧.૩૦ કલાક સુધી વડોદરા, હાલોલ, ભરૂચ અને અંકલેશ્વર કચેરી ખાતે કરદાતાઓ માટે ફરિયાદ નિવારણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

લાભ લેવા કરદાતાઓને અનુરોધ

વિશેષ અભિયાનના ભાગરૂપે કમિશનરની કચેરી, CGST અને CE, વડોદરા-II GST ભવન, સુભાનપુરા, વડોદરા,મદદનીશ કમિશનરની કચેરી, વિભાગ I, II અને III, CGST હાલોલ. પ્લોટ નં. 622, સામે. શૈલી એન્જીનીયરીંગ, જીઆઈડીસી, હાલોલ, મદદનીશ કમિશનરની કચેરી, વિભાગ VI અને VII, CGST ભવન, B/h અમીધારા ટાઉનશીપ, સામે. ગુજરાત ગેસ કંપની, કણબીવગા, ભરૂચ, મદદનીશ કમિશનરની કચેરી, વિભાગ VIII/IX/X/XI, સેન્ટ્રલ GST, C/4/9,રોશન સિનેમા પાસે. સેન્ટ્રલ GST અને સેન્ટ્રલ એક્સાઇઝ રોડ, અંકલેશ્વર ખાતે ફરિયાદ નિવારણ શિબિર યોજાશે. જેનો લાભ લેવા કરદાતાઓને અનુરોધ કરવામાં આવ્યો છે.

નાના-મોટા તમામ ઉદ્યોગકારો મોટી સંખ્યામાં લાભ લેશે

આ પ્રકારની શિબિરમાં ત્વરિત ઉકેલ લાયક કેસોનું સમાધાન આવતું હોય છે. અગાઉના વર્ષોમાં આયોજિત શિબિરમાં સીજીએસટી વિભાગને મોટી સફળતા મળવા પામી હતી. જેને ધ્યાને રાખીને દર વર્ષે ઝોનમાં આવતા જિલ્લાઓ અનુસાર તેનું આયોજન કરવામાં આવે છે. નાના-મોટા તમામ ઉદ્યોગકારો તેનો મોટી સંખ્યામાં લાભ લેતા હોય છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : મધ્ય ગુજરાતના 9 જિલ્લામાં કર્મચારીઓને રૂ. 347 કરોડ બોનસ ચૂકવાયું

Advertisement
Tags :
Advertisement

.