ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : ગેંડા સર્કલ પાસેના જાણીતા મોલમાં છતનો પોપડો ખરી પડ્યો

VADODARA : વડોદરા (VADODARA) ના ગેંડા સર્કલ પાસે આવેલા સેન્ટ્રલ સ્કવેર મોલ (CENTRAL SQUARE MALL- VADODARA) માં ત્રીજા માળે આવેલી રેસ્ટોરેન્ટ નજીક છતનો પોપડો ખરી પડતા પોલંપોલ ખુલ્લી પડી જવા પામી છે. તાજેતરમાં આખા શહેરભરમાં લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને ફાયર...
11:23 AM Jul 31, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના ગેંડા સર્કલ પાસે આવેલા સેન્ટ્રલ સ્કવેર મોલ (CENTRAL SQUARE MALL- VADODARA) માં ત્રીજા માળે આવેલી રેસ્ટોરેન્ટ નજીક છતનો પોપડો ખરી પડતા પોલંપોલ ખુલ્લી પડી જવા પામી છે. તાજેતરમાં આખા શહેરભરમાં લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને ફાયર તથા પાલિકાના અન્ય વિભાગો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે આ પોલ કેમ ન પકડાઇ તેવી લોકચર્ચાઓએ જોર પકડ્યું છે. તો બીજી તરફ થિયેટરથી લઇને રીટેઇલ ચેન આવેલી હોવાથી મોટી સંખ્યામાં લોકોની આ મોલમાં અવર જવર રહે છે. જેથી તંત્રએ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ત્વરિત પગલાં લેવા પડશે.

તંત્ર દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું

રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ વડોદરામાં પાલિકાના ફાયર સહિતના અન્ય વિભાગોની ટીમનું ગઠન કરીને મોલ, હોસ્પિટલ, શાળાઓ, હોટલ સહિતની જગ્યાઓ પર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને બેજવાબદારો સામે નોટીસ આપી, સીલ કરવા સુધીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ચેકીંગની કામગીરી પૂર્ણ થયે 15 દિવસ જેટલો જ સમય થયો છે. તેવામાં શહેરના ગેંડા સર્કલ પાસે આવેલા સેન્ટ્રલ સ્કવેર મોલમાં છતનો પોપડો ખરી પડ્યો હોવાની ઘટના સામે આવી છે.

આ નબળાઇ કેમ ધ્યાને આવી ન્હતી !

આ ઘટનામાં કોઇ ઇજાગ્રસ્ત થયું હોવાનું હજીસુધી સામે આવ્યું નછથી. પરંતુ લોકોમાં ચર્ચા છે કે, પાલિકાની ટીમ દ્વારા મોલ સહિત તમામ સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું, તો સેન્ટ્રલ સ્કવેર મોલમાં છતની આ નબળાઇ કેમ ધ્યાને આવી ન્હતી ! રોજે-રોજ મોટી સંખ્યામાં લોકોની અવર-જવર ધરાવતા સેન્ટ્રલ સ્કવેર મોલમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરાવા માટે ત્વરિત પગલાં લે તેવી માંગ કરવામાં આવી રહી છે.

મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે

આ મોલમાં થિયેટર, રેસ્ટોરેન્ટ, રીટેઇલ આઉટલેટ સહિતના મોટા સ્ટોર આવેલા છે. જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યારે આ ઘટના બાદ પાલિકા તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવા જોઇએ તેવી માંગ કરવામાં આવી રહી છે. આ ઘટના સામે આવ્યા બાદ પાલિકા તંત્ર શું કામગીરી કરે છે, તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

આ પણ વાંચો -- VADODARA : ખેડવા આપેલુ ખેતર પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

Tags :
centralfallfearmalloffpartPeoplesellingsquareVadodara
Next Article