Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : મધ્યસ્થ જેલમાં કેદીઓની રક્ષાબંધન, બહેને કહ્યું "વહેલા ઘરે આવો"

VADODARA : વડોદરા (VADODARA) ની મધ્યસ્થ જેલ (CENTRAL JAIL) માં ભાઇ-બહેનના પવિત્ર સંબંધ રક્ષાબંધન (RAKSHABANDHAN) ની ઉજવણી કેદી ભાઇઓ-બહેનો કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત વહેલી સવારથી જ બહેનો ભાઇના હાથે રાખડી બાંધવા પહોંચ્યા છે....
vadodara   મધ્યસ્થ જેલમાં કેદીઓની રક્ષાબંધન  બહેને કહ્યું  વહેલા ઘરે આવો

VADODARA : વડોદરા (VADODARA) ની મધ્યસ્થ જેલ (CENTRAL JAIL) માં ભાઇ-બહેનના પવિત્ર સંબંધ રક્ષાબંધન (RAKSHABANDHAN) ની ઉજવણી કેદી ભાઇઓ-બહેનો કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત વહેલી સવારથી જ બહેનો ભાઇના હાથે રાખડી બાંધવા પહોંચ્યા છે. બહેનો દ્વારા લાવવામાં આવેલી વસ્તુઓની ચકાસણી કરીને તેમને નિયત જગ્યાએ પ્રવેશ આપવામાં આવ્યો છે. રક્ષાબંધનની ઉજવણી ટાણે જેલમાં ભાવુક દ્રશ્યો સર્જાયા છે. અને બહેને ભાઇ જલ્દી ઘરે આવી જાય તેવી પ્રાર્થનાઓ કરી છે. જેલ અધિક્ષકના મતે આશરે 1500 જેટલા કેદી ભાઇઓ-બહેનો રક્ષાબંધન પર્વની ઉજવણી કરશે.

Advertisement

કેદીભાઇઓના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને મિઠાઇઓની વ્યવસ્થા

સમગ્ર આયોજન અંગે જેલ અધિક્ષક નિધી ઠાકુરે જણાવ્યું કે, આજરોજ રક્ષાબંધન નિમિત્તે વડોદરા મધ્યસ્થ જેલમાં બંદીવાન કેદીભાઇઓ માટે બહેનોનો મળવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઇને ચુસ્ત વ્યવસ્થા રાખવામાં આવી છે. ચેકીંગ કર્યા બાદ ભાઇ-બહેન રૂબરૂ મળી શકે છે. અને રાખડી બંધાવે છે. જેલ તરફથી મિઠાઇઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કેદીભાઇઓના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને બરોડા ડેરી તરફથી મિઠાઇઓની વ્યવસ્થા રાખવામાં આવી છે. રક્ષાબંધન નિમિત્તે ઘણા ભાવુક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 1500 જેટલા કેદી ભાઇઓ-બહેનો મળીને રક્ષાબંધનની ઉજવણી કરશે.

Advertisement

માં-બાપ જોડે જલ્દી જતા રહે

જેલમાં ભાઇને રાખડી બાંધવા પહોંચેલી બહેનોએ મીડિયાને કહ્યું કે, બધાય ભાઇઓને આશિર્વાદ આપું છું. તેઓ શાંતિપૂર્વક રહે, તેઓ ઘરે વહેલા આવી જાય. તેમના માં-બાપ જોડે જલ્દી જતા રહે. બસ આવી ભગવાનને પ્રાર્થના કરું છું. તેમના પરિવારો જોડે પરત આવી જાય. અન્ય બહેને રડતી આંખે કહ્યું કે, સજા ન આપે ત્યાં સુધી તેમને બહાર રાખે, સજા થઇ હોય તેમને અંદર રાખવા જોઇએ.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : વાઘોડિયાના ધારાસભ્યને હજારો બહેનોએ રાખડી બાંધી

Tags :
Advertisement

.