Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સ્પેનના કાર્ગો એરક્રાફ્ટનું ટ્રાયલ લેવાયું, પ્લેનની ઘરઘરાટીથી આકાશ ગૂંજ્યું

VADODARA : કાર્ગો પ્લેનનો ટ્રાયલ મંગળવારથી શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 1 હજાર ફીટ ઉંચાઇએ શરૂ થયેલા ટ્રાયલને પગલે ઘરઘરાટી છવાઇ
vadodara   સ્પેનના કાર્ગો એરક્રાફ્ટનું ટ્રાયલ લેવાયું  પ્લેનની ઘરઘરાટીથી આકાશ ગૂંજ્યું

VADODARA : તાજેતરમાં ભારત અને સ્પેનના વડાપ્રધાન વડોદરા (VADODARA) ની મુલાકાતે આવ્યા હતા. અને તેમણે C - 295 ના ટાટા એરબસના એસેમ્બ્લી પ્લાન્ટનું (TATA AIRBUS ASSEMBLY PLANT - VADODARA) ઉદ્ધાટન કર્યું હતું. જે બાદ પ્રથમ 5 કાર્ગો પ્લેનનો ટ્રાયલ મંગળવારથી શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 1 હજાર ફીટ ઉંચાઇએ શરૂ થયેલા ટ્રાયલને પગલે ઘરઘરાટી છવાઇ હતી. જેથી લોકોમાં ઉત્સુકતા જાગી હતી. આ પ્લેનએ વડોદરાથી ઉડાન ભરી હતી, જે સુરત રનવે સુધી જઇને પરત આવ્યું હતું.

Advertisement

14 પ્લેન સ્પેનમાં તૈયાર થઇને આવશે

ભારત અને સ્પેનના વડાપ્રધાન દ્વારા દેશની અવિયેશન ઇન્ડસ્ટ્રીને આત્મનિર્ભર બનાવવા માટેનો પાયો વડોદરામાં નાંખ્યો છે. તાજેતરમાં સી - 295 કાર્ગો પ્લેનના એસેમ્બલી પ્લાન્ટનું બંને દેશોના મહાનુભવોની હાજરીમાં ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. કરાર અતંર્ગત 55 કાર્ગો પ્લેન ભારતીય વાયુ સેનાને મળનાર છે. તે પૈકી 14 પ્લેન સ્પેનમાં તૈયાર થઇને આવશે, અને બાકીના પ્લેન વડોદરા ખાતેના પ્લાન્ટમાં એસેમ્બલ કરવામાં આવશે. અગાઉ 5 કાર્ગો પ્લેની ડિલીવરી દેશને મળી ચુકી છે. જેનું ટ્રાયલ તાજેતરમાં લેવામાં આવ્યું હતું.

પ્રાથમિક માહિતી પાક્કી કર્યા બાદ તેનો ટ્રાયલ શરૂ

મંગળવારે બપોરના સમયે વડોદરા એરપોર્ટ પરથી કાર્ગો પ્લેનએ ઉડાન ભરી હતી. અને સુરત રનવે ટચ કરીને પરત ફર્યું હતું. 1 હજાર ફીટની ઉંચાઇ પર ચાલતા આ ટ્રાયલના કારણે વાતાવરણ પ્લેનની ઘરઘરાટીથી ગૂંજી ઉઠ્યું હતું. જેને લઇને લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. આ કાર્ગો પ્લેન અંતેની તમામ પ્રાથમિક માહિતી પાક્કી કર્યા બાદ તેનો ટ્રાયલ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્લેનની ખાસીયત પ્રમાણે તે 15 હજાર ફીટ સુધી ઉંચે જઇ શકે તેમ છે. હાલ તેનો 1 હજાર ફીટથી ટ્રાયલ શરૂ કરવામાં આવ્યો છે. સમય જતા તેની ઉંચાઇમાં પણ વધારો કરવામાં આવશે.

Advertisement

પ્લેન મુંબઇ એરપોર્ટ પર લાવવામાં આવ્યા

સુત્રોએ ઉમેર્યું કે, વડાપ્રધાન મોદીની વડોદરા મુલાકાત પહેલા જ આ પ્લેન દેશમાં આવી ચુક્યા હતા. આ પ્લેન મુંબઇ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. જ્યાં પ્રથમ આ પ્લેનનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ અગાઉ મુંબઇને ફાળવવામાં આવનાર હતો. પરંતુ ત્યાર બાદ તેનું સ્થળ બદલીને વડોદરાને ફાળવી દેવાયો હતો.

આ પણ વાંચો -- VADODARA : IPL ની હરાજી માટે ખેલાડીઓના રજીસ્ટ્રેશનમાં વડોદરા મોખરે

Advertisement

Tags :
Advertisement

.