મુંબઈમાં જોવા મળી આકાશી આફત, અંધેરી સબ-વે થયો જળમગ્ન
દેશમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ગુજરાતમાં જ્યા મેઘાએ ધમાકેદાર બેટિંગ કરી છે, ત્યારે બીજી તરફ હવે મુંબઈમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. મહત્વનું છે કે, મુંબઈમાં મંગળવારથી જ વરસાદ પડી રહ્યો છે. વળી મુંબઈમાં આજે સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે કેટલીક જગ્યાએ પાણી ભરાઈ જવાના અહેવાલ છે. જો આ રીતે વરસાદ ચાલુ રહેશે તો લોકોની મુશ્કેલી વધી શકે છે. હવામાન વિભાગે ભારે વરà
દેશમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ગુજરાતમાં જ્યા મેઘાએ ધમાકેદાર બેટિંગ કરી છે, ત્યારે બીજી તરફ હવે મુંબઈમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. મહત્વનું છે કે, મુંબઈમાં મંગળવારથી જ વરસાદ પડી રહ્યો છે. વળી મુંબઈમાં આજે સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે કેટલીક જગ્યાએ પાણી ભરાઈ જવાના અહેવાલ છે. જો આ રીતે વરસાદ ચાલુ રહેશે તો લોકોની મુશ્કેલી વધી શકે છે. હવામાન વિભાગે ભારે વરસાદ વચ્ચે મુંબઈ અને થાણે માટે પહેલેથી જ ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે. જ્યારે પાલઘર, રાયગઢ અને રત્નાગીરી માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
મુંબઈમાં પાણી ભરાવાને કારણે અંધેરી સબ-વે બંધ કરી દેવામાં આવ્યો છે. હવામાન વિભાગે આજથી આગામી 3 દિવસ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે. વળી, આજે સવારે 11:44 વાગ્યે, દરિયામાં 4.68 મીટર હાઇટાઇડનો અંદાજ છે. આ દરમિયાન દરિયામાં 14 ફૂટ ઊંચા મોજા ઉછળશે. લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. જ્યાં સવારથી મુંબઈમાં વરસાદ પડી રહ્યો છે. ત્યા રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ અને પૂરના કારણે અકસ્માતો થયા છે. ભારે વરસાદને કારણે મુંબઈમાં ટ્રાફિક જામ અને પાણી ભરાઈ ગયા છે. શહેરના ચેમ્બુરના ઈસ્ટર્ન એક્સપ્રેસ વેનો એક વિડીયો પણ સામે આવ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે, મુંબઈમાં આગામી કલાકોમાં ભારે વરસાદ પડી શકે છે. વરસાદના કારણે બાંદ્રા, અંધેરી, મલાડ સહિતના કેટલાક વિસ્તારોમાં ટ્રેનોની ગતિ ધીમી પડી છે. જ્યારે મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદે અરાજકતા સર્જી છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મંગળવારે ભારે વરસાદને કારણે અંધેરીમાં મેટ્રોને અસર થઈ હતી. લોકલ ટ્રેન પર પણ તેની અસર જોવા મળી હતી.
Advertisement
મહત્વનું છે કે, મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. કેટલીક જગ્યાએ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં 1 જૂનથી અત્યાર સુધીમાં વરસાદ અને પૂરના કારણે થયેલા અકસ્માતોમાં 80થી વધુ લોકોના મોત થયા છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 95 લોકોને બચાવી લેવાયા છે.