ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : નશામાં ધૂત ચાલકે ધડાકાભેર કાર ડિવાઇડરમાં અથાડી

VADODARA : વડોદરા (VADODARA) માં મળસ્કે સવારે કાર ડિવાઇડરમાં ધડાકાભેર ઘૂસી ગઇ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કાર એટલી જોરમાં ભટકાઇકે તમામ એરબેગ ખુલી ગઇ હોવાનું સપાટી પર આવ્યું છે. આ ઘટનામાં કાર ચાલક સહિત અન્યની અટકાયત કરવામાં...
02:51 PM Aug 10, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં મળસ્કે સવારે કાર ડિવાઇડરમાં ધડાકાભેર ઘૂસી ગઇ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કાર એટલી જોરમાં ભટકાઇકે તમામ એરબેગ ખુલી ગઇ હોવાનું સપાટી પર આવ્યું છે. આ ઘટનામાં કાર ચાલક સહિત અન્યની અટકાયત કરવામાં આવી છે. કાર ચાલક નશામાં હોવાનું જાણવા મળ્યું છે. રાત્રે આ રીતે બેફામ બનીને કાર હંકારી અન્યના જીવનનો જોખમ ઉભુ કરનાર તત્વો સામે કડક હાથે કાર્યવાહી થવી જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

ડિવાઇડરનો પાળો તુટ્યો હતો

વડોદરામાં મોડી રાત બાદ નબીરાઓ છાટકા બનતા હોવાની ઘટનાઓ અવાર-નવાર પ્રકાશમાં આવતી રહે છે. આ ઘટનાઓ રોકવા માટે પોલીસ વિભાગ દ્વારા પ્રયત્નો પણ કરવામાં આવે છે. છતાં તેના પર અંકુશ મેળવી શકાયો નથી. ગતરાત્રે વડોદરા શહેરના કાલાઘોડા સર્કલ પાસે આવી જ એક ઘટના સામે આવી છે. એક કાર લઇને યુવક મળસ્કે નિકળ્યો હતો. આ કાર પુરઝડપમાં કાલાઘોડા સર્કલ પાસે ફતેગંજ તરફ જવાના રસ્તે આવતા ડિવાઇડરમાં આડી ઘૂસી ગઇ હતી. જેને લઇને ડિવાઇડરનો પાળો તુટ્યો હતો.

અકસ્માત સમયે તે સમયે ચાલક નશામાં

કારની ટક્કર એટલી જોરદાર હતી કે, તમામ એરબેગ ખુલી ગઇ હતી. સાથે જ કારની આગળના ભાગનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. સાથે આગળના બે ટાયર ફાટી ગયા હોવાનું જોવા મળી રહ્યું હતુ. આ કાર વારસીયા વિસ્તારમાં રહેતો રવિ વિમલદાસ દેવજાણી (રહે. દાજીનગર, વારસીયા) ચલાવતો હોવાનું જાણવા મળી રહ્યું છે. ચાલક સાથે આકાશ ઉર્ફે સિંધી ભગવાનદાસ લાલવાણી (રહે. હરે ક્રિષ્ણા ડુપલેક્ષ, વારસીયા રીંગ રોડ) અને ધર્મેન્દ્ર ઇંન્દ્રકુમાર સસદેવ (રહે. વારસીયા, જુના આરટીઓ, સાંઇબાબા એપાર્ટમેન્ટ) તથા સગીરની સાથે મળસ્કે જ અટકાયત કરી દેવામાં આવી છે. અકસ્માત સમયે તે નશાની હાલતમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. કારમાં લોહીના ડાઘા પણ બહારથી જોઇ શકાય તેમ હતા.

નુકશાનનો અંદાજો જ લગાડવો મુશ્કેલ થઇ જાત

અકસ્માત મળસ્કે થયો હોવાથી કોઇ જાનહાની થઇ ન્હતી. પરંતુ જો આ પ્રકારની ઘટના ટ્રાફીકથી સતત ધમધમતા રસ્તા પર દિવસના સમયે સર્જાઇ હોત તો, જાન-માલના નુકશાનનો અંદાજો જ લગાડવો મુશ્કેલ થઇ જાત. હવે આ મામલે પોલીસ તપાસમાં શું સામે આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

આ પણ વાંચો -- VADODARA : રસ્તા પર પાણી જોઇ બ્રેક મારતા બાઇક નમી, ચાલકનું મોત

Tags :
airbagscarcrashdividerHugeintolostmachineopentoVadodara
Next Article