Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતીય શેર બજારમાં કડાકો, રોકાણકારોના કરોડો રુપિયા ધોવાયા

શુક્રવારે સેન્સેક્સ 1016.84 પોઇન્ટના કડાકા સાથે 54,303 પોઇન્ટ પર બંધ થયો હતો. બીજી તરફ, નિફ્ટી 277 પોઈન્ટના ઘટાડા સાથે 16,200ની સપાટી  પર બંધ રહ્યો હતો, જેથી રોકાણકારોના કરોડો રુપિયાનું ધોવાણ થયું હતું. વર્ષ 2022 ભારતીય શેરબજાર માટે કમનસીબ સાબિત થઈ રહ્યું છે. વેચાણની જે સ્થિતિ જાન્યુઆરીમાં હતી તે જ સ્થિતિ જૂનમાં પણ છે. વધતી જતી મોંઘવારી અને કોરોનાના કારણે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શ
ભારતીય શેર બજારમાં કડાકો  રોકાણકારોના કરોડો રુપિયા ધોવાયા
શુક્રવારે સેન્સેક્સ 1016.84 પોઇન્ટના કડાકા સાથે 54,303 પોઇન્ટ પર બંધ થયો હતો. બીજી તરફ, નિફ્ટી 277 પોઈન્ટના ઘટાડા સાથે 16,200ની સપાટી  પર બંધ રહ્યો હતો, જેથી રોકાણકારોના કરોડો રુપિયાનું ધોવાણ થયું હતું. 
વર્ષ 2022 ભારતીય શેરબજાર માટે કમનસીબ સાબિત થઈ રહ્યું છે. વેચાણની જે સ્થિતિ જાન્યુઆરીમાં હતી તે જ સ્થિતિ જૂનમાં પણ છે. વધતી જતી મોંઘવારી અને કોરોનાના કારણે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે માર્કેટમાં કડાકો જોવા મળ્યો હતો અને તેના કારણે રોકાણકારોને રૂ. 3.2 લાખ કરોડથી વધુનું નુકસાન થયું હતું.
શુક્રવારે ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 1.84 ટકા અથવા 1016.84 પોઈન્ટના ઘટાડા સાથે 54,303 પોઈન્ટ પર બંધ થયો હતો. બીજી તરફ, નિફ્ટી 1.70% અથવા 277 પોઈન્ટના ઘટાડા સાથે 16,200ની સપાટી જાળવવામાં ભાગ્યે જ સફળ રહ્યો હતો. 
દેશમાં કોરોનાના વધતા જતા કેસોએ રોકાણકારોની ચિંતા વધારી દીધી છે.ખાસ કરીને મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓ દરરોજ વધી રહ્યા છે. દેશમાં શુક્રવારે સતત બીજા દિવસે 7 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. કોરોનાના કારણે ચીનના બિઝનેસ સેન્ટર શાંઘાઈમાં ફરી લોકડાઉનનો અવાજ સંભળાઈ રહ્યો છે. શાંઘાઈમાં હજુ પણ કડક પ્રતિબંધો લાગુ છે. પ્રતિબંધોને કારણે ભારતીય બજારમાં પુરવઠામાં અવરોધો આવી શકે છે.
બીજી તરફ અમેરિકા સહિત વિશ્વભરના શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત સેન્ટ્રલ રિઝર્વ બેંકે એક મહિનામાં બે વખત વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ તમામ પરિબળોની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી રહી છે. 
Advertisement
Tags :
Advertisement

.