ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : જાંબુઆ બ્રિજ પાસે અકસ્માત બાદ કાર ચઢાવી દેવાનો પ્રયાસ

VADODARA : વડોદરા (VADODARA) ના જાંબુઆ બ્રિજ પાસે બે કાર વચ્ચે અકસ્માત બાદ ભાગવા જતા શખ્સ પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવની ચકચારી ઘટના સામે આવી છે. આ મામલે સમગ્ર ઘટનાના સીસીટીવી (LIVE CCTV) હાલ સપાટી પર આવ્યા...
03:52 PM Oct 13, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના જાંબુઆ બ્રિજ પાસે બે કાર વચ્ચે અકસ્માત બાદ ભાગવા જતા શખ્સ પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવની ચકચારી ઘટના સામે આવી છે. આ મામલે સમગ્ર ઘટનાના સીસીટીવી (LIVE CCTV) હાલ સપાટી પર આવ્યા છે. જેમાં કાર અથડાયા બાદ તેમાંથી નીચે ઉતરીને ભાગતા શખ્સ પર કાર ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું સ્પષ્ટ પણે જોવા મળી રહ્યું છે. હાલ આ મામલે સ્થાનિક પોલીસને જાણ થતા સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

શંકાસ્પદ ટીન ભરેલી કારનો અન્ય કાર સાથે અકસ્માત થયો

વડોદરામાં ગુનેગારો પર પોલીસની ધાક ઓસરી રહી હોવાની સાબિતી આપતી ઘટના અવાર-નવાર સામે આવી રહી છે. તાજેતરમાં વડોદરાના જાંબુઆ બ્રિજ પાસે માથાભારે શખ્સોની ખોટી હરકત સામે આવી છે. વડોદરાના જાંબુઆ બ્રિજ પાસે શંકાસ્પદ ટીન ભરેલી કારનો અન્ય કાર સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માત બાદ અન્ય કારમાંથી ઉતરીને શખ્સ બચવા માટે ભાગી રહ્યો હતો. તેવામાં અકસ્માત સર્જનાર કારે તેની નજીક આવીને ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.

કુલ બે કાર અડફેટે લેવાઇ

ઘટનાના સીસીટીવી હાલ સોશિયલ મીડિયા પર સામે આવવા પામ્યા છે. જેના પરથી માથાભારે તત્વો કેવા બેખોફ બન્યા છે, તે વાતનો અંદાજો લગાડી શકાય તેમ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, અકસ્માત સર્જનાર કારે અન્ય એક કારને પણ અડફેટે લીધી હતી. આમ, કુલ બે કાર ઘટનામાં ભોગ બની હતી.

8 - 30 કલાકના સમયની ઘટના છે

પ્રત્યદર્શી અનિરૂદ્ધભાઇએ જણાવ્યું કે, આજે સવારે ત્રણ ગાડીઓ આવી હતી. ત્રણ ગાડીઓ રસ્તા પર ચાલતી હતી. વચ્ચે વાળી ગાડી ઝડપમાં હતી. તેણે આજુબાજુની ગાડીઓને અડફેટે લીધી હતી. જાંબુઆ બાયપાસ પાસે આવેલા પેટ્રોલ પંપ નજીકની આ બનાવ બન્યો હતો. ગાડીમાં દારૂ-બીયર હતી. હાલ તે ગાડી પોલીસ મથકમાં છે. આજે 8 - 30 કલાકના સમયની ઘટના છે. ગાડીને નુકશાન પહોંચ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : મધરાત્રે વિદેશી વિદ્યાર્થીઓએ મચાવ્યું તોફાન

Tags :
AccidentcarCCTVFAILLIVEmanonerunoverTwoVadodarawith
Next Article