Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : બ્રહ્માકુમારીઝ પરિવાર દ્વારા B.K શિવાની દીદીનો " સંબંધોમાં મધુરતા" વિષય ઉપર આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો

અહેવાલ - પીન્ટુ પટેલ ડભોઇ બ્રહ્માકુમારીઝ પરિવાર દ્વારા રાજયોગ શિબિરનું અને " સંબંધોમાં મધુરતા " વિષય ઉપર મોટીવેશન સ્પીકર બી.કે.શિવાની દીદીનું વ્યાખ્યાન ડભોઇ APMCના ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યું હતું .જેમાં મોટી સંખ્યામાં આજુબાજુ તાલુકામાથી અને ડભોઇ નગરમાંથી મોટી સંખ્યામાં  અને...
vadodara   બ્રહ્માકુમારીઝ પરિવાર દ્વારા b k શિવાની દીદીનો   સંબંધોમાં મધુરતા  વિષય ઉપર આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો
અહેવાલ - પીન્ટુ પટેલ
ડભોઇ બ્રહ્માકુમારીઝ પરિવાર દ્વારા રાજયોગ શિબિરનું અને " સંબંધોમાં મધુરતા " વિષય ઉપર મોટીવેશન સ્પીકર બી.કે.શિવાની દીદીનું વ્યાખ્યાન ડભોઇ APMCના ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યું હતું .જેમાં મોટી સંખ્યામાં આજુબાજુ તાલુકામાથી અને ડભોઇ નગરમાંથી મોટી સંખ્યામાં  અને જાગૃત નાગરિકો જોડાયાં હતાં.
 કાર્યક્રમને દિપ પ્રાગટય કરી ખૂલ્લો મૂક્યો 
Image preview
ડભોઇમાં APMC ખાતે સૌપ્રથમવાર આ કાયૅકમ પુષ્પ ગુચ્થી   સ્વાગત કરવામાં આવ્યું અને દીપ પ્રાગટ્ય કરી શરૂ કરાયો હતો. આ કાર્યક્રમમાં બ્રહ્મા કુમારીઝ સેન્ટરના જ્યોતિ દિદિ, ધરતી દિદિ,હષૉ દિદિ,વિમલ દિદિ તેમજ બદ્રીનારાયણના મહંત 1008 સુદર્શનના ચાર્ય તકાયૅકતાઓ સહિત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, અશ્વિન વકીલ, ડભોઈ નગરપાલિકા પ્રમુખ બીરેનભાઈ શાહ, દિલીપભાઈ પટેલ ( APMC ચેરમેન ) , ડોક્ટર બી જે બ્રહ્મભટ્ટ  ડભોઇના નગરશેઠ પંકજભાઈ શેઠ સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહયાં હતાં.
 મોટીવેશન ઇન્ટરનેશનલ સ્પીકર
બી.કે.શિવાની દીદીએ મોટીવેશન ઇન્ટરનેશનલ સ્પીકર છે. તેઓ વર્લ્ડ સાઇકાટ્રીકટ એસોસિએશનના બ્રાન્ડ એમ્બેસેડર છે. તેઓને નારી શક્તિ એવોર્ડ - 2018 મહામહિમ રાષ્ટ્રપતિના હાથે અર્પણ કરાયેલ છે.જેઓનું ડભોઈ નગર ખાતે સૌપ્રથમ વાર કાયકમ  યોજાયો
બ્રહ્મા કુમારીઝના આધ્યાત્મિકતાના શિક્ષક
BK Shivani | Brahma Kumaris
અતિ વ્યસ્ત જીવનમાં એક નવી દિશા પ્રદાન કરવા તનને સ્વસ્થ, મનને શાંત, તણાવમુક્ત તથા જીવનને ખુશીઓથી ભરપૂર, શક્તિશાળી બનાવવા નવાં સંકલ્પ સાથે નવી શરૂઆતની શુભ ભાવના, શુભકામના, સકારાત્મકતાથી ભરપૂર કરવા આ શિબિર યોજાઈ છે .આધ્યાત્મિક વિચારોથી સૌને મંત્રમુગ્ધ કરતાં શિવાની દીદીએ બ્રહ્મા કુમારી આધ્યાત્મિકતાના શિક્ષક છે અને લોકો તેમના વિચારો સાંભળીને પોતાનાં જીવનને હકારાત્મક બનાવે છે. હું ને અમે દ્વારા બદલવામાં આવે છે ત્યારે બીમારી પણ સ્વાસ્થ્યમાં ફેરવાઈ જાય છે. તમે જે સાંભળો છો તેના પર વિશ્વાસ કરશો નહીં. વાર્તાની હંમેશા ત્રણ બાજુઓ હોય છે. તમારું, તેમનું અને સત્ય. શિવાનીદીદીના આવા ઘણા સકારાત્મક વિચારો છે. જે ઘણાના જીવનમાં આશાનું કિરણ લાવી રહ્યા છે. શિવાનીદીદી જેમને બીકે શિવાની કે બ્રહ્માકુમારી શિવાની તરીકે ઓળખવામાં આવે છે. તેઓ બ્રહ્મા કુમારી પરિવારમાં આધ્યાત્મિકતાના શિક્ષક છે અને લોકો તેમના વિચારો સાંભળીને પોતાને હકારાત્મક બનાવે છે.
રાજયોગ શિબિરનું આયોજન 
Image preview
આ ઉપરાંત તારીખ 23, 24, 25 ડિસેમ્બર-૨૦૨૩ ના રોજ સવારે 7:00 થી 8:00, બપોરે 4:00 થી 5 અને રાત્રે 8:00 થી 9:00 કલાક દરમિયાન ડભોઈના બ્રહ્માકુમારીઝ સેન્ટર ઉપર રાજયોગ શિબિરનું આયોજન પણ કરવામાં આવેલ છે.
Advertisement
Tags :
Advertisement

.