Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : "હું દારૂનો ધંધો કરવાનો, થાય તે કરી લેજે", કહી બુટલેગરનો હુમલો

VADODARA : માથાભારે પિતા-પુત્ર કહેતા ગયા કે, આજે તમે બચી ગયા, પરંતુ બીજી વખત ધ્યાન રાખજો. તેમણે કાર પર પણ હુમલો કરતા તેનો કાચ તુટી ગયો
vadodara    હું દારૂનો ધંધો કરવાનો  થાય તે કરી લેજે   કહી બુટલેગરનો હુમલો

VADODARA : વડોદરા (VADODARA) ના મકરપુરામાં બુટલેગરોના મનસુબા બુલંદ બન્યા હોય તે વાતની પ્રતિતિ કરાવે તેવી ઘટના સામે આવી છે. હાથમાં ધારદાર હથિયાર વડે પિતા-પુત્રએ યુવાન પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં અડધો ડઝન જેટલા લોકોને ઇજાઓ પહોંચી છે. આખરે હુમલાખોર પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

તલવાર પગના ભાગે મારી દીધી

મકરપુરા પોલીસ મથક (MAKARPURA POLICE STATION) માં વિશાલ વિનુભાઇ લુહાર એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, હાલ તેઓ મકરપુરા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. તેઓ માતા-પિતા તથા પરિવાર સાથે તરસાલી વુડાના મકાનમાં રહે છે. તાજેતરમાં તેઓ જમી પરવારીને ઘરની બહાર ઉભા હતા. દરમિયાન તેમને જુનો મિત્ર વિક્કી હેમંત જોષી (રહે. જલારામનગર, વડોદરા) અને તેના પિતા સતઇ ઉર્ફે હેમંત જોષી એ બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. તેવામાં વિક્કીના હાથમાં ચપ્પુ હોવાથી ફરિયાદીએ તેને રોકી રાખ્યો હતો. પરંતુ તેણે છાતીમાં ચપ્પુ મારી દીધું હતું. તથા તેના પિતાએ હાથમાં રાખેલી તલવાર પગના ભાગે મારી દીધી હતી.

કોઇને હાથમાં બે સેમી ચીરો પડ્યો તો, કોઇકને માથામાં અગિયાર ટાંકા આવ્યા

આમ કરતા તેમણે જાહેરમાં કહ્યું કે, હું અહિંયા દારૂનો ધંધો કરવાનો છું. તારાથી થાય તે કરી લેેજે. તેવામાં મિત્ર જાવેદ તથા ફરિયાદીના પરિજન બચાવવા પડ્યા હતા. વિક્કીએ તેમના પર પણ હુમલો કરી દીધો હતો. બાદમાં ફોન કરીને અન્ય મિત્રોને બોલાવતા આવીને ફરિયાદીને બચાવ્યા હતા. બાદમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ઘટનામાં કોઇને હાથમાં બે સેમી જેટલો ચીરો પડ્યો તો, કોઇકને માથામાં અગિયાર ટાંકા આવ્યા છે.

Advertisement

કારનો કાચ તુટી ગયો, અને ગોબા પડી ગયા

અંતમાં માથાભારે પિતા-પુત્ર કહેતા ગયા કે, આજે તમે બચી ગયા, પરંતુ બીજી વખત ધ્યાન રાખજો. તેમણે કાર પર પણ હુમલો કરતા તેનો કાચ તુટી ગયો છે, અને કાર પર ગોબા પડી ગયા છે. આ ઘટનામાં અડધો ડઝન લોકો ઇજાગ્રસ્ત થયા છે. જે મામલે વિક્કી હેમંતભાઇ જોષી અને હેમંતભાઇ જોષી (બંને રહે. જલારામનગર, મકરપુરા ગામ, વડોદરા) સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- સુરતના જ્વેલર્સમાં ચોરોએ કરોડોના સોનાના 24 કેરેટના પાવડરની કરી ચોરી

Advertisement

Tags :
Advertisement

.