Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : અતિવૃષ્ટિ અને જળપ્રલયથી બચાવવા ભગવાન શિવજીને પ્રાર્થના

VADODARA : વડોદરા (VADODARA) ઐતિહાસીક પૂરની સ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. ક્યારે ના જોયા હોય તેવા ખરાબ દિવસો પૂરની સ્થિતીમાં વડોદરાવાસીઓએ જોયા છે. ત્યારે આજે શહેરના અમદાવાદી પોળના નાકે ધારાસભ્ય યોગેશ પટેલ (VADODARA BJP MLA YOGESH PATEL) ના નામથી એક...
12:15 PM Sep 05, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ઐતિહાસીક પૂરની સ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. ક્યારે ના જોયા હોય તેવા ખરાબ દિવસો પૂરની સ્થિતીમાં વડોદરાવાસીઓએ જોયા છે. ત્યારે આજે શહેરના અમદાવાદી પોળના નાકે ધારાસભ્ય યોગેશ પટેલ (VADODARA BJP MLA YOGESH PATEL) ના નામથી એક પોસ્ટર લગાડવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં ભગવાન શિવજીને પ્રાર્થના કરતા લખ્યું છે કે, હે શિવજી અતિવૃષ્ટિ અટકાવો, જળપ્રલયથી બચાવો અને અમને સ્વરક્ષણની શક્તિ આપો - યોગેશ પટેલ, ધારાસભ્ય. નોંધનીય છે કે, ધારાસભ્ય યોગેશ પટેલ વર્ષોથી અમદાવાદી પોળમાં રહે છે. અને તેઓ શહેરના સળગતા પ્રશ્નનોનો ઉઠાવવા માટે પોસ્ટરનો ઉપયોગ સારી રીતે કરી જાણે છે. જેના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં બન્યા છે.

અધિકારીઓની નિષ્ક્રિયતા સામે મુખ્યમંત્રી સમક્ષ સવાલો ઉઠાવ્યા

વડોદરાની મધ્યમાંથી વિશ્વામિત્રી નદી પસાર થઇ રહી છે. વિશ્વામિત્રી નદીમાં આ વર્ષે વધુ પાણી આવવાના કારણે પૂરની સ્થિતીનું સર્જન થયું હતું. આ વખતે આવેલા પૂરમાં શહેરના જે વિસ્તારોમાં ક્યારે પાણી ઘૂસ્યા ન્હતા, ત્યાં પણ પાણી જ પાણી થઇ ગયું હતું. પૂરની પરિસ્થિતીમાં લોકોને સમયસર મદદ ના પહોંચાડી શકવાના કારણે લોકોમાં નેતાઓ-કાર્યકર્તાઓ વિરૂદ્ધમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. ત્યારે વડોદરાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા સરકારી અધિકારીઓની નિષ્ક્રિયતા સામે મુખ્યમંત્રી સમક્ષ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

અમને સ્વરક્ષણની શક્તિ આપો

શહેરનો પ્રશ્ન હોય કે પછી સત્તાપક્ષની આંતરિક જુથબંધીનો પ્રશ્ન ધારાસભ્ય યોગેશ પટેલ તેમના મંતવ્યો બેબાક રીતે રજુ કરતા હોય છે. ત્યારે પોતાની વાત પોસ્ટર થકી પણ રજુ કરવા માટે જાણીતા ધારાસભ્ય યોગેશ પટેલના જુના વિસ્તારમાં આજે સવારે એક પોસ્ટર જોવા મળી રહ્યું છે. જેમાં ભગવાન શિવજીનો ફોટો છે. અને તેમને ઉદ્દેશીને તેમાં પ્રાર્થનારૂપી લખાણ લખવામાં આવ્યું છે. પોસ્ટરમાં લખ્યું છે કે, હે શિવજી અતિવૃષ્ટિ અટકાવો, જળપ્રલયથી બચાવો અને અમને સ્વરક્ષણની શક્તિ આપો - યોગેશ પટેલ ધારાસભ્ય. અત્રે નોંધનીય છે કે, ધારાસભ્ય યોગેશ પટેલ રાવપુરાની અમદાવાદી પોળમાં રહે છે. અને માંજલપુર વિધાનસભામાંથી ચૂંટાઇને વિસ્તારનું ગુજરાત વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : સ્માર્ટ સિટીમાં ટેક્સ ચુકવીને ગામડા કરતા પણ ખરાબ હાલતમાં રહેતા રહીશો

Tags :
askingBJPlordMLAnamePatelPosterprayerShivatoVadodarayogesh
Next Article