Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : કિટ વિતરણ કાર્યક્રમમાં ભાજપના મહિલા કોર્પોરેટર જોડે ગેરવર્તણૂંક

VADODARA : વડોદરા (VADODARA) ઐતિહાસીક પૂરની સ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. ત્યારે પૂર સમયે લોકોને મદદ પહોંચાડવામાં નિષ્ફળ કોર્પોરેટર અને ધારાસભ્યો પર લોકોનો ગુસ્સો નિકળી રહ્યો હોવાની ઘટનાઓ સામે આવી છે. આજે સૌથી વધુ પૂરગ્રસ્ત વિસ્તાર પૈકી એક સમામાં કિટનું...
vadodara   કિટ વિતરણ કાર્યક્રમમાં ભાજપના મહિલા કોર્પોરેટર જોડે ગેરવર્તણૂંક

VADODARA : વડોદરા (VADODARA) ઐતિહાસીક પૂરની સ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. ત્યારે પૂર સમયે લોકોને મદદ પહોંચાડવામાં નિષ્ફળ કોર્પોરેટર અને ધારાસભ્યો પર લોકોનો ગુસ્સો નિકળી રહ્યો હોવાની ઘટનાઓ સામે આવી છે. આજે સૌથી વધુ પૂરગ્રસ્ત વિસ્તાર પૈકી એક સમામાં કિટનું વિતરણ કાર્ય ચાલી રહ્યું હતું. દરમિયાન મહિલા કાઉન્સિલ ત્યાં સ્ટેજ પર પહોંચતા તેમની હાથ પકડીને ઉતારી મુકવામાં આવ્યું હોવાનું તેઓ જણાવી રહ્યા છે. બાદમાં તેમણે આ અંગે વડોદરાના ભાજપ પ્રભારી ગોરધનભાઇ ઝડફીયા સમક્ષ પોતાની મુશ્કેલી વર્ણવી હતી. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

Advertisement

મારૂ જવું અને કિટ વિતરણ ચાલતું હતું

સમગ્ર ઘટનાક્રમને લઇને વોર્ડ નં - 3 ના કાઉન્સિલર રૂપલબેન મહેતાએ જણાવ્યું કે, સમા વિસ્તારમાં કિટ વિતરણનું કાર્ય ચાલી રહ્યું હતું. ત્યાંના કરશન ભાઇ ભરવાડે મને ધક્કો માર્યો અને મને હાથ પકડીને નીચે ઉતારી લેવામાં આવી હતી. શહેર સંગઠન દ્વારા કડક પગલાં લેવામાં આવે તેની બાંહેધારી આપી છે. કરશન ભાઇ શહેર કારોબારીના સભ્ય છે. મારૂ જવું અને કિટ વિતરણ ચાલતું હતું.

તે સમયે મારી સાથે કોઇ ઉભુ ન્હતું

વધુમાં તેમણે જણાવ્યું કે, મારા પણ માનવામાં નથી આવતું કે તેમણે એકદમ મને ધક્કો માર્યો. અને મને સ્ટેજ પરથી હાથ પકડીને ઉતારી દેવામાં આવી હતી. મેં નક્કર પગલાં લેવા માટે જણાવ્યું છે. આ રીતની પરિસ્થિતી ના હોવી જોઇએ. આ ઘટના સમયે સ્ટેજ પર કાઉન્સિલર ડો. રાજેશ શાહ તથા અન્ય અગ્રણીઓ હાજર હતા. આ ઘટના બાદ ફોન કરતા રાવપુરાના ધારાસભ્ય દોડી આવ્યા હતા. તેમણે મામલાને ગંભીરતાથી લીધી છે. તે સમયે મારી સાથે કોઇ ઉભુ ન્હતું. એક બહેન તરીકે, મહિલા તરીકે સુરક્ષા હોવી જોઇએ. પાર્ટી તેમના પર સખ્ત એક્શન લેશે. પાર્ટી જે પણ નિર્ણય લેશે તેને હું માન્ય ગણીશ.

Advertisement

પાર્ટી નિર્ણય લેશે

વડોદરાના પ્રભારી ગોરઘન ઝડફીયાએ આ મામલે જણાવ્યું કે, આ અમારી પાર્ટીનો વિષય છે. હું કંઇ નહી કહું. મેં તેમની વાત સાંભળી છે. પાર્ટીની વાત પાર્ટી પાસે આવી છે. પાર્ટી નિર્ણય લેશે. મેં બહેનને સારી રીતે સાંભળ્યા છે. બહેનને સંતોષ થાય તેવો નિર્ણય આવશે. આવું ન થવું જોઇએ. તે મારી બેન છે.

આ પણ વાંચો -- VADODARA : વોર્ડ કચેરીમાં અધિકારીની કેબિન બહાર દુષિત પાણી ઢોળી વિરોધ

Advertisement

Tags :
Advertisement

.