Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ભાજપના નેતાએ VMC ને કરોડોનો ચુનો ચોપડ્યો, વિધાનસભા-લોકસભા સુધી મુદ્દો ગુંજશે

VADODARA : વડોદરા (VADODARA) માં માનવસર્જિત પૂરની પરિસ્થીતી બાદ વિશ્વામિત્રી નદીના દબાણો દુર કરવાનો મામલો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. વિપક્ષના રડારમાં ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા અને ભાજપના ધારાસભ્ય કેયુર રોકડિયા છે. ગતરોજ નામજોગ આરોપોનું ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા...
vadodara   ભાજપના નેતાએ vmc ને કરોડોનો ચુનો ચોપડ્યો  વિધાનસભા લોકસભા સુધી મુદ્દો ગુંજશે

VADODARA : વડોદરા (VADODARA) માં માનવસર્જિત પૂરની પરિસ્થીતી બાદ વિશ્વામિત્રી નદીના દબાણો દુર કરવાનો મામલો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. વિપક્ષના રડારમાં ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા અને ભાજપના ધારાસભ્ય કેયુર રોકડિયા છે. ગતરોજ નામજોગ આરોપોનું ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા ખંડન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આજે વધુ એક વખત કોંગી આગેવાન વિનુભાઇ પટેલના પુત્ર સંદિપ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ભ્રષ્ટાચારના આરોપો મુકવામાં આવ્યા છે. જેના કારણે રાજકીય ગરમાવો આવ્યો છે.

Advertisement

પાલિકાની તિજોરીને રૂ. 25 કરોડનું નુકશાન પહોંચ્યું તેનું શું !

આજરોજ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં સંદિપ પટેલે સનસનીખેજ આરોપ મુકતા જણાવ્યું કે, સમામાં (ભાજપના વોર્ડ નં - 3 ના કોર્પોરેટર) પરાક્રમસિંહ જાડેજાનો જે સર્વે નંબરમાં બંગ્લો આવેલો છે. તેમાં સરકારના કાયદા મુજબ 40 ટકા કપાત કરવી પડે. જેટલી રજા ચીઠ્ઠી વડોદરા પાલિકામાં ઇશ્યુ થાય છે, તેનું વેરીફીકેશન કરીને કપાત કરવામાં આવે છે. તેમની જમીન માત્ર રોડ લાઇનમાં કપાઇ છે. વડોદરા પાલિકાએ યોગ્ય કપાત વગર કુલ બાંધકામને મંજુરી આપી છે. તેમની જમીનમાં યોગ્ય કપાત કરવામાં આવી નથી. તેમણે પાલિકાને રૂ. 25 કરોડનો ચુનો ચોપડ્યો છે. પાલિકાના ટાઉન પ્લાનીંગ શાખામાં કોણે શું ભ્રષ્ટાચાર કર્યો છે, તે આપણને ખબર નથી. પાલિકાની તિજોરીને રૂ. 25 કરોડનું નુકશાન પહોંચ્યું તેનું શું !

એક જ સરવે નંબરમાં કપાત કરી છે

વધુમાં આરોપ મુકતા જણાવ્યું કે, પરાક્રમસિંહની જમીનમાં 40 ટકાનું કપાત થયું નથી. શું તેનો લાભ ખેડુતોને મળશે ખરો ! આજદિન સુધી જેની જગ્યા કપાતમાં ગઇ છે, તે પાછી મળશે ખેડુતોને ! હરણીમાં વુડાના પ્લાનમાં જમીનોમાં કપાત બતાવે છે. બે સરવે નંબરની કપાત રોડલાઇન અંગે જાહેરનામા વગર બદલી નાંખવામાં આવી છે. બે સરવે નંબરમાંથી રોડ જાય છે, તેની જગ્યાએ ખાલી એક જ સરવે નંબરમાં કપાત કરી છે, રોડલાઇન આખી બદલી નાંખવામાં આવી છે. એટલે પરાક્રમસિંહના બંગ્લાની સામેની તરફ રોડલાઇન ખસી છે. તેનાથી (ભાજપના પૂર્વ કોર્પોરેટર) લલિત રાજ, (ભાજપના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી) રાજેન્દ્ર ત્રિવેદીને તેનો ફાયદો થયો છે. જેથી મારી જગ્યાએ કુલ કપાત વધ્યું છે. આજે પણ વુડાના નકશામાં બે સરવે નંબરમાં જ રોડલાઇન દર્શાવાય છે.

Advertisement

ફાયદો આજુબાજુના ગામોના ખેડુતોને મળવો જોઇએ

વધુમાં આરોપ મુકતા ઉમેર્યું કે, મારો તંત્રને સવાલ છે, આ રીતે અન્ય ખેડુતોને કપાત અંગેનો લાભ મળશે ખરો. આ રાજકોટ કરતા મોટું કૌભાંડ છે. આપણી ટાઉન પ્લાનીંગ શાખા અને પાલિકા દ્વારા એક જ ભાજપના નેતાની જગ્યા કાપી નથી. આ કપાતનો ફાયદો આજુબાજુના ગામોના ખેડુતોને મળવો જોઇએ. જો ખેડુત મંજુરી લેવા જાય તો 40 ટકા કપાત માંગી લેવામાં આવે છે. કોર્ટમાં જવું પડે છે, વર્ષો સુધી મંજુરી મળતી નથી. આ બાબતે સામાન્ય જનતા તકલીફ વેઠી રહી છે, તે બધા જાણે છે. પરાક્રમસિંહે પાલિકાને રૂ. 25 કરોડનો ચુનો ચોપડ્યો છે.

પરાક્રમસિંહની આ નોંધને લઇને મંજુરી નામંજુર થવાને પાત્ર છે

વધુમાં આરોપ મુકતા જણાવ્યું કે, વર્ષ 2011 માં આ જમીનમાંથી નાની સાઇઝના ટુકડાનો દસ્તાવેજ કરાવ્યો છે. પરાક્રમસિંહનો ખેતીનો નાનો દસ્તાવેજ થયો અને તેની એન્ટ્રી પણ થઇ છે. આવી હજારો ફાઇલો કલેક્ટર કચેરીમાં બિનખેતીની નામંજુર થઇ છે. જેના ટુકડાધારામાં દસ્તાવેજો થયા છે. અને એન્ટ્રી નામંજુર થઇ છે. પરાક્રમસિંહની આ નોંધને લઇને મંજુરી નામંજુર થવાને પાત્ર છે, તેવું મારૂ માનવું છે. મુળ મુદ્દો 40 ટકા જમીન કપાત અને રોડલાઇન પલટવાનો છે. આ રોડલાઇન બદલવાથી તેમને ફાયદો થયો છે. પાલિકાના અધિકારીઓમાં કોની મીલીભગત છે !

Advertisement

ભાજપના ત્રણ નેતાઓની જ જમીન કેમ ઝોનફેર કરવામાં આવી તેનો તેઓ જવાબ આપે

આખરમાં આરોપ લગાવતા ઉમેર્યું કે, આ રજાચીઠ્ઠી રદ્દ થવી જોઇએ. પરાક્રમસિંહે રૂ. 25 કરોડ વ્યાજ સહિત તાત્કાલિક પાલિકામાં જમા કરાવવા જોઇએ. આ એક જ જમીન અને એક જ નેતાનું કૌભાંડ છે. ઇડી અને સીબીઆઇની આ રીતે રજાચીઠ્ઠી મેળવેલા નેતાઓ સામે તાત્કાલિક ઇન્કવાયરી બેસાડીને એક્શન લેવી જોઇએ. રાજકોટમાં જેમ થયું તેમ ટીડીઓ સામે એક્શન લેવી જોઇએ. પરાક્રમસિંહ જે કોઇ કાયદેસરની કાર્યવાહી કરશે, તેનો અમે જવાબ આપીશું. ભાજપના ત્રણ નેતાઓની જ જમીન કેમ ઝોનફેર કરવામાં આવી તેનો તેઓ જવાબ આપે, સામાન્ય જનતા અને ખેડુતોને આ વાતનો ફાયદો કેમ નથી મળતો.

અમારા નેતાઓ સીબીઆઇ અને ઇડીને કેસ સોંપશે

પાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું કે, (ભાજપ) પ્રમુખે મીડિયા સમક્ષ નિવેદન કર્યું કે, કોઇ પણ ચમરબંધીને છોડવામાં નહી આવે. મેં પાલિકાની સભામાં કહ્યું કે, સરકારમાં ચૂંટાયેલવા પ્રતિનીધિ અથવા તો લાગવગ છે, તેવા લોકોને સરકારે ઝોનફેર કરીને પરમિશન આપી હોય, ગેરકાયદેસરને તમે કાયદેસર બનાવ્યું હોત તેને તમે તોડશો ! ત્યારે તેઓ કંઇ બોલ્યા નહીં. તેનો મતલબ થયો કે, માણસોને બચાવવાની આ પૈરવી લાગી છે. પૂર માટે જવાબદાર સરકાર છે, જમીન કપાતનો મુદ્દો સૌથી પહેલા મેં પાલિરકામાં ઉઠાવ્યો હતો. સરકાર વડોદરાને નુકશાન કરી રહી છે. સ્વિમિંગ પુલ અને ગાર્ડન માટેની જગ્યા પર બંગ્લો બને કેવી રીતે, અમારા નેતાઓ વિધાનસભા અને લોકસભામાં બોલશે, અમારા નેતાઓ સીબીઆઇ અને ઇડીને કેસ સોંપશે. મળતિયાઓની જગ્યા દબાવી દેતા હોય, અને નાગરિકો હેરાન થતા હોય, આના માટે લડવું જરૂરી છે. આ મુદ્દો શહેરીજનોના હિતમાં છે.

આ પણ વાંચો -- VADODARA : "ચુંટાયેલા તો પૈસા ભેગા કરી લેશે, સામાન્ય માણસનું શું !", પૂર પીડિતની વ્યથા

Tags :
Advertisement

.