VADODARA : બાઇકની હેડલાઇટમાં ઘૂસેલા સાપોલિયાનું મહામહેનતે રેસ્ક્યૂ
VADODARA : વડોદરા (VADODARA) ના હરીનગર વિસ્તારમાં રહેતા એક શખ્સની બાઇકના હેડ લાઇટમાં સાપોલિયું ઘૂસી આવ્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં શખ્સ તુરંત પોતાની બાઇક લઇને ગેરેજમાં પહોંચ્યો હતો. આ ઘટનામાં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના વોલંટીયર્સને રેસ્ક્યૂ કોલ મળતા તેઓ તત્કાલીક પહોંચ્યા હતા. અને હેડલાઇટ ખોલીને તેમાંથી સાપોલિયું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જે બાદ બાઇક ચાલકે હાશકારો અનુભવ્યો હતો.
હેડલાઇટમાં સાપોલિયું આવી ચઢ્યું
વડોદરામાં ચોમાસામાં સરિસૃપો રહેણાંક વિસ્તારો નજીક નિકળવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે કેટલાક કિસ્સાઓમાં વાહનમાં ભરાઇ ગયેલા સરિસૃપોને ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરવામાં આવતા હોવાનું પણ આપણે જોયુ-જાણ્યું છે. ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે. શહેરના હરિનગર વિસ્તારમાં રહેતા એક શખ્સની બાઇકની હેડલાઇટમાં સાપોલિયું આવી ચઢ્યું હોવાનું તેના ધ્યાને આવતા તે દોડીને નજીકના ગેરેજમાં પહોંચે છે.
સ્પીડ મીટર પાસે ડોકિયું કર્યું
બાદમાં જીવદયા માટે કામ કરતી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના વોલંટીયર્સને રેસ્ક્યૂ કોલ કરવામાં આવે છે. દરમિયાન વોલંટીયર્સ ઘટના સ્થળે પહોંચીને આગળવી કામગીરી હાથમાં લે છે. સાપોલિયાને કોઇ પણ પ્રકારનું નુકશાન પહોંચાડ્યા વગર એક પછી એક હેડલાઇટના સ્પેરપાર્ટસ દુર કરવામાં આવે છે. એક તબક્કે બાઇકના સ્પીડ મીટર પાસે સાપોલિયું ડોકિયું કરતું જોવા મળે છે. આખરે અત્યંત સાવચેતી પૂર્વક સાપોલિયાને બાઇકની હેડલાઇટમાંથી રેસ્ક્યૂ કરવામાં સફળતા મળે છે.
બિનઝેરી હતું
વોલંટીયર જણાવે છે કે, આ સાપોલીયુ કેટ સ્નેક પ્રજાતિનું છે. તે બિનઝેરી છે. બાદમાં આ સાપોલીયાના બચ્ચાને સલામત સ્થળે છોડી મુકવાની તજવીજ હાથ ધરવામાં આવે છે. વડોદરામાં ખાસ કરીને ચોમાસાની રૂતૂમાં આ પ્રકારની ઘટનાઓ તથા રહેણાંક વિસ્તાર નજીક સરિસૃપો નિકળવાની ઘટનાઓમાં વધારો જોવા મળે છે.
પાટલા ઘો રેસ્ક્યૂ કરાઇ
બીજી એક ઘટનામાં કારેલીબાગ વિસ્તારમાં આવેલા માળી મહોલ્લામાં ચાર ફૂટની પાટલા ઘો નિકળી હતી. પાલટા ઘો ને જોતા સ્થાનિકોમાં ભારે ઉત્તેજના વ્યાપી હતી. બાદમાં આ અંગે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના વોલંટીયર્સને રેસ્ક્યૂ કોલ કરવામાં આવતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. અને તેનું સફળ રેસ્ક્યૂ કર્યું હતું.
આ પણ વાંચો -- VADODARA : ઓફીસમાં AC ફાટતા 6 કર્મીઓ ઇજાગ્રસ્ત, પોલીસ દોડી ગઇ