ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : ગેંગ રેપ કેસના આરોપીઓના મોબાઇલ પોર્ન વીડિયોથી ફૂલ, 2 ના DNA મેચ

VADODARA : વડોદરા (VADODARA) માં નવરાત્રીના બીજા નોરતે મધરાત્રા ભાયલી વિસ્તારમાં મિત્ર સાથે બેઠેલી સગીરા પર ત્રણ નરાધમોએ ગેંગ રેપ (BHAYLI GANG RAPE) આચર્યું હતું. ચકચારી ઘટનાના 48 કલાકમાં જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે (VADODARA CRIME BRANCH) નરાધમો તથા તેમના મિત્રોને...
10:44 AM Oct 14, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં નવરાત્રીના બીજા નોરતે મધરાત્રા ભાયલી વિસ્તારમાં મિત્ર સાથે બેઠેલી સગીરા પર ત્રણ નરાધમોએ ગેંગ રેપ (BHAYLI GANG RAPE) આચર્યું હતું. ચકચારી ઘટનાના 48 કલાકમાં જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે (VADODARA CRIME BRANCH) નરાધમો તથા તેમના મિત્રોને દબોચી લીધા હતા. ત્યાર બાદથી તેમને બે વખત રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. દરમિયાન પાંચેયના મોબાઇલમાંથી મોટી સંખ્યામાં પોર્ન વીડિયો મળી આવ્યા છે. જે તેમની માનસિકતા છતી કરે છે. સાથે જ સુત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓ પૈકી બે મુખ્ય આરોપીઓના ડીએનએ પણ મેચ થયા છે. હવે આ મામલે 16 ઓક્ટોબર સુધીમાં ચાર્જશીટ ફાઇલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

મહત્વની કડીઓ ડિલીટ કરવામાં આવી હોવાની આશંકાએ ફોનની એફએસએલ તપાસ

સંસ્કારી નગરીમાં બનેલી ગેંગ રેપની ઘટનાએ ભારે ચકચાર જગાવી મુકી હતી. આ ઘટનાના આરોપીઓના એસઆઇટી દ્વારા બે વખત રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જેની આજે મુદત પૂર્ણ થાય છે. દરમિયાન ત્રણ નરાધમો તથા તેમના બે મિત્રોના ફોનની તપાસ કરવામાં આવતા તેમાંથી પોર્ન વીડિયો મોટી સંખ્યામાં મળી આવ્યા છે. જે તેમની માનસિકતા સમજવા માટે પુરતા છે. આ મોબાઇલમાંથી કેટલીક મહત્વની કડીઓ ડિલીટ કરવામાં આવી હોવાની આશંકાએ પોલીસ દ્વારા ફોનને એફએસએલ તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે.

ટુંક સમયમાં એસઆઇટી અને તપાસ અધિકારીઓ જોડે બેઠક

બીજી તરફ સગીરાને પીંખી નાંખનાર પૈકી બે આરોપીઓની ડીએનએ મેચ થયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ગતરોજ રવિવાર હોવાથી આ અંગેની જાણ પોલીસને મૌખિક રીતે કરવામાં આવી હતી. આજે તેનો સત્તાવાર રીપોર્ટ સોંપાય તેવું સુત્રોએ ઉમેર્યું છે. આ સાથે જ આ મામલાની તપાસ માટે સરકાર દ્વારા બે વકીલોની ખાસ નિમણુંક કરવામાં આવી છે. જેઓ ટુંક સમયમાં એસઆઇટી અને તપાસ અધિકારીઓ જોડે બેઠક કરશે. આ મામલે 16 ઓક્ટોબર સુધીમાં ચાર્જશીટ ફાઇલ કરવાની દિશામાં તપાસ અધિકારીઓ કામ કરી રહ્યા છે.

આરોપીઓને મળવા કોઇ કુટુંબીજન ના આવ્યું

સુત્રોએ ઉમેર્યું કે, ગેંગ રેપ કેસના ડિજીટલ પુરાવાઓ એકત્ર કરવા માટે પોલીસે ભારે મહેનત કરી છે. અંદાજીત 100 જીબી ફૂટેજીસ ચકાસ્યા બાદ 8 પેનડ્રાઇવ ભરી શકાય તેટલા 25 જેટલા મહત્વના ફૂટેજીસ એકત્ર કરવામાં આવ્યા છે. આજે આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા તમામને કોર્ટમાં રજુ કરવામાં આવશે. આરોપીઓ એક સપ્તાહથી પોલીસની કસ્ટડીમાં છે, અને તેમને હજી સુધી કોઇ મળવા આવ્યું નથી. જે આરોપીઓ પ્રત્યે કુટુંબીજનોનું વલણ સમજવા માટે પુરતું છે.

આ પણ વાંચો -- Baba Siddiqui Murder ની તપાસ મુંબઇ પોલીસના આ ખતરનાક ઓફિસર કરશે...

Tags :
accuseBhylicaseDNAfullgangmatchmobilePornRapeVadodaraVideowith
Next Article