Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ભાયલી ગેંગ રેપના આરોપીઓનો કોઇ પત્તો નહીં, માહિતી આપનારને ઇનામની જાહેરાત

VADODARA : નવરાત્રી (NAVRATRI - 2024) ના બીજા નોરતે વડોદરાના ભાયલી વિસ્તારમાં મિત્ર સાથે બેઠેલી સગીરાને ત્રણ નરાધમોએ પીંખી નાંખી હતી. આ ચકચારી ઘટનાને બે દિવસ વિતી ગયા બાદ પણ આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકી નથી. આ ઘટના સમયે કુલ...
vadodara   ભાયલી ગેંગ રેપના આરોપીઓનો કોઇ પત્તો નહીં  માહિતી આપનારને ઇનામની જાહેરાત

VADODARA : નવરાત્રી (NAVRATRI - 2024) ના બીજા નોરતે વડોદરાના ભાયલી વિસ્તારમાં મિત્ર સાથે બેઠેલી સગીરાને ત્રણ નરાધમોએ પીંખી નાંખી હતી. આ ચકચારી ઘટનાને બે દિવસ વિતી ગયા બાદ પણ આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકી નથી. આ ઘટના સમયે કુલ પાંચ લોકો હાજર હતા. તે પૈકી બે ગુનાને અંજામ આપતા પહેલા જ ત્યાંથી જતા રહ્યા હતા. પોલીસને પાંચ પૈકી એકપણ સુધી પહોંચવામાં સફળતા મળી નથી. હવે આ મામલાની તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (AHMEDABAD CRIME BRANCH) એન્ટ્રી લઇ રહી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. અગાઉ પણ આ રીતે અંધારામાં નવલખી મેદાનમાં મંગેતર સાથે બેઠેલી સગીરા પર દુષ્કર્મની ગુજારવામાં આવ્યું હતું. તે કેસના આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વડોદરામાંથી જ દબોચ્યા હતા.

Advertisement

આરોપીઓ અને તેમના સાથીઓ સુધી પહોંચવામાં પોલીસ નિષ્ફળ

સંસ્કારી નગરી વડોદરાના કલંકિત કરનારી ઘટના નવરાત્રીના બીજા નોરતે મોડી રાત્રે સામે આવી હતી. ભાયલીમાં વાહનોની ઓછી અવર જવર ધરાવતા રસ્તે મિત્ર સાથે બેઠેલી સગીરા પાસે બે બાઇક પર પાંચ લોકો પહોંચ્યા હતા. પાંચેયે તેમની જોડે ગેરવર્તણુંક કરવાનું શરૂ કર્યું હતું. બાદમાં એક બાઇક પર સવાર બે લોકો ત્યાંથી નિકળી ગયા હતા. જ્યારે અન્ય ત્રણેય ત્યાં હાજર રહી માથાકુટ વધારી હતી. બાદમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલો મળસ્કે વડોદરા ગ્રામ્ય પોલીસ મથકે પહોંચ્યો હતો. આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે. ઘટનાને બે દિવસ વિતી ગયા હોવા છતાં આરોપીઓ અને ઘટના પહેલા ત્યાંથી નાસી જનારા તેમના સાથીઓ સુધી પહોંચવામાં પોલીસ નિષ્ફળ રહી છે. હવે આ મામલાની તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એન્ટ્રી લઇ રહી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. વડોદરા રેન્જ આઇજી થી લઇને પોલીસ કર્મી સુધી વિવિધ હોદ્દાના 200 જેટલા કર્મચારીઓ આ મામલાની તપાસ માટે દિવસ રાત એક કરી રહ્યા છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વડોદરામાંથી જ આરોપીઓને દબોચી લીધા હતા

અગાઉ વર્ષ 2019 માં નવલખી મેદાનમાં પોતાના મંગેતર જોડે બેઠેલી સગીરા પર અંધારામાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તે ઘટનામાં આરોપીઓને શોધવા પોલીસે ભારે મથામણ કરી હતી. પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. બાદમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથમાં લેતા જ ગણતરીના દિવસોમાંથી વડોદરામાંથી જ આરોપીઓને દબોચી લીધા હતા. ભાયલી ગેંગ રેપમાં પણ આ પ્રકારનું પુનરાવર્તન થાય તેવી શક્યતાઓ લાગી રહી છે.

Advertisement

ત્રણ શકમંદોનો પીડિતા સમક્ષ હાજર કરીને ઓળખ કરાવવામાં આવી

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 50 જેટલા શકમંદોની અટકાયત કરીને તેમની પુછપરછ કરવામાં આવી છે. પરંતુ હજી સુધી કોઇ નક્કર મળ્યું નથી. તે પૈકી ત્રણ શકમંદોનો પીડિતા સમક્ષ હાજર કરીને ઓળખ પણ કરાવવામાં આવી હતી. પરંતુ પીડિતાએ તેઓ આરોપી નહીં હોવાનું જણાવ્યું હતું.

Advertisement

નામ ગુપ્ત રાખવાની શરતે તેને રૂ. 50 હજારના ઇનામની જાહેરાત

આ ચકચારી ભરી ઘટનાથી વડોદરાવાસીઓ વ્યથિત છે. ત્યારે આરોપી જલ્દી પકડાય તે માટે ભાયલીના પૂર્વ સરપંચ દર્પણ પટેલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. દર્પણ પટેલે જણાવ્યું કે, આ ગેંગ રેપના આરોપીઓની કોઇ પણ માહિતી આપશે તો તેનું નામ ગુપ્ત રાખવાની શરતે તેને રૂ. 50 હજારના ઇનામની જાહેરાત કરવામાં આવી છે. ઘટના સ્થળ આસપાસના સમિયાલા, તાંદલજા, વાસણા, સેવાસી, રાયપુરા, અને બીલ ના રહીશો ને મદદ કરવા માટેનો અપીલમાં ઉલ્લેખ છે.

આરોપીઓને કડક સજાની માંગ સાથેના પોસ્ટર શેરી ગરબામાં દેખાયા

વડોદરાના ગોરવામાં આયોજિત ગરબામાં ભાયલી સામુહિક દુષ્કર્મ કાંડના આરોપીઓને કડક સજા મળે તે માટે શેરી ગરબામાં પોસ્ટરો હાથમાં રાખીને અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દિકરીઓ અને સામાજીક કાર્યકરે હાથમાં બેનર રાખીને આ ઘટનાના આરોપીઓને ફાંસીની સજા મળે, અને દિકરીઓ સલામત નથી તેવા પોસ્ટરો સાથે ગરબા ઘૂમ્યા હતા.

આ પણ વાંચો -- એક ફિલ્મી કહાની જેવો મોતનો ભેદ ઉકેલતી Ahmedabad Crime Branch!

Tags :
Advertisement

.