VADODARA : ભરૂચ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર પ્રતિબંધિત વાહનોની સવારી
VADODARA : કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે નો (Delhi - Mumbai Expressway) વડોદરા અને ભરુચ વચ્ચેનો રૂટ (Vadodara - Bharuch Route) ચાલુ કર્યો છે. આ રૂટ પર વાહનોની ગતિ સામાન્ય હાઇવે કરતા વધારે હોય છે. હાઇ-વે પહોળો હોવાના કારણે સમયનો બચાવ કરીને નિયત સ્થાને પહોંચી શકાય છે. દરમિયાન તાજેતરમાં ભરૂચ-વડોદરા હાઇ-વે પર પ્રતિબંધિત વાહનો બાઇક અને રીક્ષા જઇ રહ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા સર્કલમાં ભારે વાયરલ (Social Media Circle Viral Video) થઇ રહ્યો છે. જેના કારણે તેઓ પોતાની માટે જોખમ ઉભુ કરી રહ્યા હોવાનું ઇન્ટરનેટ યુઝર્સનું માનવું છે. હવે આ પ્રકારની બેદરકારીભરી ઘટનાઓ રોકવા માટે હાઇ-વે ઓથોરીટી દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.
પ્રાથમિક દ્રષ્ટિએ આ વીડિયો વડોદરા - ભરૂચ વચ્ચેના રૂટનો હોવાનો અંદાજ
કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવતો દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે વડોદરા થઇને જાય છે. તાજેતરમાં વડોદરા અને ભરૂચ વચ્ચેનો રૂટ કાર તથા અન્ય ભારદારી વાહનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ એક્સપ્રેસ-વે પર ટુ-વ્હીલર અને થ્રી વ્હીલરની અવર જવર પર પ્રતિબંધ છે. તેવામાં વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં એક વીડિયો ભારે વાયરલ થઇ રહ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ વીડિયો વડોદરા - ભરૂચ વચ્ચેના રૂટનો હોવાનો અંદાજ છે. આ વીડિયોમાં એક બાઇક અને રીક્ષા રાત્રીના સમયે જઇ રહ્યા છે. દરમિયાન તેમની પાસેથી માત્ર અને માત્ર કાર તથા અન્ય ભારદારી વાહનો જ પસાર થઇ રહ્યા છે.
ખોટી બહાદુરી બતાડનારાઓ સામે કડક હાથે કાર્યવાહી
આ ગંભીર પ્રકારની બેદરકારીનો વીડિયો સપાટી પર આવ્યા બાદ તેને રોકવા માટે તંત્ર શું પગલાં લે છે તે જોવું રહ્યું. સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સ ખોટી બહાદુરી બતાડનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવા અને દાખલારૂપ સજા આપવા માટેનું જણાવી રહ્યા છે. હવે તંત્ર કેટલા સમયમાં આરોપીઓ સુધી પહોંચે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : હાથીખાના માર્કેટમાંથી મરચાનો શંકાસ્પદ જથ્થો જપ્ત, લેબ ટેસ્ટ કરાશે