VADODARA : BCA ના કેપ્ટન સહિત 10 ક્રિકેટર્સનો IPL ઓક્શનમાં સમાવેશ
VADODARA : ઇન્ડિયન પ્રિમિયર લીગ (Indian Premier League) માટે પ્લેયર્સની પસંદગી કરવાનો સમય હવે એકદમ નજીક આવી રહ્યો છે. ત્યારે વડોદરાના બરોડા ક્રિકેટ એસોશિયેસન (Baroda Cricket Association) માં નોંધાયેલા 51 પૈકી 10 ક્રિકેટરોના નામ આઇપીએલની યાદીમાં સમાવવામાં આવ્યા છે. આઇપીએલના સિલેક્ટર આ વખતે તેમના પર પસંદગીનો કળશ ઢોળે તેવી શક્યતાઓ પ્રબળ બનતી જાય છે. સુત્રોના જણાવ્યા અનુસાર, સિલેક્ટર્સ ઓલ રાઉન્ડર, બેટ્સમેન, બોલર અને વિકેટ કિપર કેટેગરીમાં યોગ્ય ઉમેદવારોની પસંદગી પર ભાર મુકશે. વડોદરામાંથી નોંધાયેલ ક્રિકેટરો પૈકી મોટા ભાગના ઓલરાઉન્ડર કેટેગરીમાં આવે તેવા છે.
રિયાધમાં આગામી 24 - 25 નવેમ્બરના રોજ વર્ષ 2025 ની સિઝનનું ઓક્શન થનાર છે
પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, ઇન્ડિયન પ્રિમિયર લીગ માટેના નોંધાયેલા કુલ 574 ક્રિકેટર પૈકી 10 વડોદરાના છે. તેમના નામોની પ્રથમ યાદી બરોડા ક્રિકેટ એસોશિયેસન દ્વારા તૈયાર કરવામાં આવી હતી. સાઉદી અરેબીયાના રિયાધમાં આગામી 24 - 25 નવેમ્બરના રોજ વર્ષ 2025 ની સિઝનનું ઓક્શન થનાર છે.
નવ ખેલાડીઓની રીઝર્વ પ્રાઇઝ રૂ. 30 કરોડ રાખવામાં આવી છે
બીસીએના કેપ્ટન કૃણાલ પંડ્યાનની રીઝર્વ પ્રાઇઝ રૂ. 2 કરોડ રાખવામાં આવી છે. જ્યારે અન્ય નવ ખેલાડીઓની રીઝર્વ પ્રાઇઝ રૂ. 30 કરોડ રાખવામાં આવી છે. આઇપીએલની ઓક્શનમાં કૃણાલ પંડ્યા, શાશ્વત રાવત, આકાશસિંઘ, ચિંતલ ગાંધી, શિવાલીક શર્મા, વિષ્ણુ સોલંકી, રાજ લિંબાણી, નિનાંદ રાઠવા, મહેશ પીઠિયા અને અતિત શેઠના નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે પૈકી મોટા ભાગના પ્લેયર્સ ઓલ રાઉન્ડરની કેટેગરીમાં આવે છે. અને બાતીના બેટ્સમેન, લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર, રાઇટ આર્મા ફાસ્ટ બોલર, રાઇટ આર્મ લેગ સ્પીન, અને વિકેટ કીપરની કેટેગરીમાં આવે છે.
આ પણ વાંચો -- VADODARA : 5 હજાર ઘરોના ડ્રેનેજના પાણીનો નદીમાં નિકાલ, વિશ્વિમિત્રી શુદ્ધિકરણની વાતો હવામાં