ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : બાજવાડામાં મકાનની છત ધરાશાયી, 2 લોકોનું રેસ્ક્યૂ

VADODARA : વડોદરા (VADODARA) ના બાજવાડાની શેઠ શેરીમાં આવેલા મકાનની છતનો ભાગ ધરાશાયી થવાના કારણે દિવ્યાંગ દિકરી સહીત બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. બંનેને ફાયર લાશ્કરો દ્વારા રેસ્ક્યૂ કરીને દવાખાને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા છે. આ ઘરમાં નીચેના ભાગે...
10:20 AM Sep 13, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના બાજવાડાની શેઠ શેરીમાં આવેલા મકાનની છતનો ભાગ ધરાશાયી થવાના કારણે દિવ્યાંગ દિકરી સહીત બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. બંનેને ફાયર લાશ્કરો દ્વારા રેસ્ક્યૂ કરીને દવાખાને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા છે. આ ઘરમાં નીચેના ભાગે અક્ષરો બનાવવાનું કારખાનું ચાલતું હતું. આ ઘટનામાં મહિલાને વધુ ઇજાઓ પહોંચી હોવાનું ફાયર સુત્રો જણાવી રહ્યા છે. ફાયર બ્રિગેડ દ્વારા જર્જરિત મકાન અંગે નિર્ભયતા શાખાને જાણ કરવામાં આવી છે.

નિર્ભયતા શાખાને જાણ કરવામાં આવી

વડોદરામાં ચોમાસાની રૂતુમાં અવાર નવાર જર્જરિત મકાન પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેનું આજે પુનરાવર્તન થયું છે. આજે શહેરના બાજવાડા વિસ્તારમાં આવેલા શેઠ શેરીમાં આશરે 60 વર્ષથી વધુ જુના મકાનની છત ધરાશાયી થઇ હોવાની ઘટના બની છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. અને કાટમાળમાં ફસાયેલા મહિલા અને તેમની દિવ્યાંગ દિકરીનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં ઘણા મકાનોના પોપડા ઉખડી ગયેલા જોવા મળ્યા હતા. આ મામલાની વધુ તપાસ માટે નિર્ભયતા શાખાને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

હું તે સમયે મારી દુકાનમાં હતો

ઘર માલિક જિતેન્દ્ર પંચાલે મીડિયાને જણાવ્યું કે, અચાનક જ મકાન પડી ગયું હતું. તેમાં મારી પત્ની અને મારી દિવ્યાંગ દિકરી બે ફસાયા હતા. હું તે સમયે મારી દુકાનમાં હતો. ઘટના થઇ કે તુરંત હું દોડી આવ્યો હતો. હમણાં સુધી મારા પત્નીને રેસ્ક્યૂ કરીને મોટા દવાખાને લઇ જવામાં આવ્યા છે. આ મકાન 60 વર્ષથી જુુનું છે. આગળ ભાડુઆત છે, નીચે કારખાનું ચાલે છે સ્ટીલના અક્ષરો બનાવવા માટેનું.

નીચે અક્ષર બનાવવાનું કારખાનું ચાલે છે

પાડોશીએ મીડિયાને જણાવ્યું કે, ઘરમાં મહિલા અને તેમની દિવ્યાંગ દિકરી હાજર હતા. મહિલા રસોડાના ભાગે હતા. અને તેમની દિકરી પાછળના ભાગમાં હતા. મહિલાને માથાના ભાગે વાગ્યું છે. ફાયર બ્રિગેડ દ્વારા બંનેનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે. ઘરમાં કુલ ત્રણ લોકો રહેતા હતા. નીચે અક્ષર બનાવવાનું કારખાનું ચાલે છે.

મહિલાને હાથ અને માથામાં વાગ્યું છે

ફાયર જવાને જણાવ્યું કે, દાંડિયા બજાર કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો. બાજવાડા શેઠશેરીમાં ઘર પડ્યું અને માણસો ફસાયા તેવો કોલ આવ્યો હતો. એક મહિલાને હાથ અને માથામાં વાગ્યું છે. મકાનની હાલત ખરાબ છે, ગમે ત્યારે ઉતારવું પડી શકે છે. અમે નિર્ભયતા શાખાને જાણ કરી છે. તેઓ આવશે, ત્યાર બાદ અમે જઇશું.

આ પણ વાંચો -- Delhi : નબી કરીમ વિસ્તારમાં ઈમારતનો એક ભાગ ધરાશાયી, બેને બચાવી લેવામાં આવ્યા

Tags :
bajwadabycellingdepartmentfallfirehouseInjuredOLDrescuedTwoVadodara
Next Article