Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : જર્જરિત પાણીની ટાંકી મોટી દુર્ધટના નોતરે તેવી સ્થિતીમાં

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા બાજવા (BAJWA) ની જર્જરિત પાણીની ટાંકી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જી શકે તેવી સ્થિતીમાં હાલ જોવા મળી રહી છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 5 વર્ષથી ટાંકીની સ્થિતી અંગે તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો...
vadodara   જર્જરિત પાણીની ટાંકી મોટી દુર્ધટના નોતરે તેવી સ્થિતીમાં

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા બાજવા (BAJWA) ની જર્જરિત પાણીની ટાંકી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જી શકે તેવી સ્થિતીમાં હાલ જોવા મળી રહી છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 5 વર્ષથી ટાંકીની સ્થિતી અંગે તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. આશ્ચર્યની વાત છે કે, ટાંકીની બાજુની દિવાસને અડીને જ પ્રાથમિક શાળા આવેલી છે. જેના કારણે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઇ શકે તેમ છે. હવે આ મામલો મીડિયામાં ઉજાગર થયા બાદ તંત્રની ઉંઘ ઉઘડે છે તે નહી તે જોવું રહ્યું.

Advertisement

બંનેનું સ્થળાંતર કરાવવું પડ્યું

સમગ્ર ઘટનાને લઇને સ્થાનિકે જણાવ્યું કે, જુની ટાંકીને 25 - 30 વર્ષ થાયા છે. બીજી ટાંકીને 12 - 15 વર્ષ થયા છે. 12 - 15 વર્ષની ટાંકીમાંથી પાણી ચાલુને ચાલુ હોય છે. એ ટાંકીની હાલત જર્જરિત છે. જ્યાં અમારી આંગણવાડી હતી, અને પાણીની ટાંકીનો ઓપરેટર રહેતો હતો, બંનેનું સ્થળાંતર કરાવવું પડ્યું છે. કારણકે ક્યારે પણ મોટી દુર્ઘટના થઇ શકે તેમ છે. આ જર્જરિત હોવાથી તેને દુર કરવા માટે આગળ પણ અમે રજુઆત કરી ચુક્યા છે. છતાં આંખ આડા કાન કરવામાં આવ્યા છે. મોટી દુર્ઘટના થયા બાદ કામ કરશે ! અમે પુછીએ તો કાગળ પર કામ થઇ ગયું હોય તેમ બતાવી રહ્યા છે. કોઇ કામગીરી કરવામાં આવતી નથી. આ ટાંકી જ્યારથી બની ત્યારથી પાણી ટપક્યા જ કરે છે.

કોઇ જોવા આવ્યું નથી.

વધુમાં તેમણે જણાવ્યું કે, અમારૂ કહેવું છે કે, દક્ષિણ ભારતની જેમ ભારે પવન અહિયા નથી ફુંકાતા, નહિ તો ટાંકી પડી જાય. આ સ્થળની બાજુમાં જ પ્રાથમિક શાળા આવેલી છે. બાળકો માટે અમે કમ્પાઉન્ડ વોલ બનાવી છે. બાળકો રિસેષમાં અહિંયા ન આવે તે માટે વોલ બનાવી છે. ટાંકી શાળા તરફ પડી તો અને શાળા ચાલુ હશે, તો તે દિવસે તમે શું કરશો, અમે જિલ્લા અને તાલુકા કક્ષાએ રજુઆત કરી છે. અમે 5 - 7 વર્ષથી રજુઆત કરી રહ્યા છીએ. કોઇ જોવા આવ્યું નથી.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : નવાપુરામાં પાણીની સમસ્યા ઉકેલવા ડે. મેયર દોડી આવ્યા

Advertisement
Tags :
Advertisement

.