VADODARA : તાંબેકર વાડા નજીક બાંધકામ મામલે ત્રણને ASI ની નોટીસ
VADODARA : વડોદરાની મધ્યમાં આવેલા તાંબેકરનો વાડો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ મુજબ એક કેન્દ્રીય સ્મારક છે. જેથી તેની આસપાસના ચોક્કસ અંતર દરમિયાન કોઈ પણ બાંધકામ કરવું હોય તો જરૂરી મંજૂરી લેવી આવશ્યક છે. નહીંતર ત્યાં બાંધકામ કે રીનોવેશન કરી શકાય તેમ નથી. તેમ છતાં સ્મારક નજીક બાંધકામ કામગીરી કરનાર ત્રણ દુકાન ધારકોને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ARCHAEOLOGICAL SURVEY OF INDIA - ASI) દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અને ચોક્કસ સમય મર્યાદામાં તેમને જરૂરી મંજૂરી લેવાની તાકીદ કરવામાં આવી છે.
પ્રતિબંધિત વિસ્તારમાં બાંધકામ કાર્ય પરવાનગી વિના કરવામાં આવ્યું
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના ઇન્ચાર્જ સંરક્ષણ સહાયક વડોદરા વિભાગ દ્વારા મોહમ્મદ જાવેદભાઈ કાસીમભાઈ (દુપેલવાળા) "ભારતીય શૂઝ" (રાવપુરા ટાવરની સામે), પોજો શોપ (રાજેશ કાલે) (દક્ષ કૃપા બિલ્ડીંગ), રાવપુરા મેઇન રોડ અને (હરીશ સનાલાલ પરદેશી), (જાંબુબેટ દાંડિયા બજાર)ને આપવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, ભાઉ તાંબેકરના વાડાની દિવાલો પર એક સ્મારક બનાવ્યું છે. જે વડોદરા, જિલ્લા, વડોદરા (ગુજરાત)માં રહેણાંક/વ્યાપારી ઇમારતો વગેરેમાં રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે. કેન્દ્રીય સંરક્ષિત સ્મારકના પ્રતિબંધિત વિસ્તારમાં બાંધકામ કાર્ય ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ (ASI) ની પરવાનગી વિના કરવામાં આવ્યું છે. તે જગ્યા "પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો (સુધારો અને માન્યતા) અધિનિયમ, 2010" હેઠળ છે. જરૂરી પરવાગની વગરનું બાંધકામ (મુખ્ય અધિનિયમ) 1958) નિયમો, 1959,
અંતર્ગત સજાપાત્ર ગુનો છે.
કામ કરે તે પૂર્વે “સક્ષમ અધિકારી”ની સંમતિ મેળવવી જરૂરી
આ અધિનિયમમાં અનુસાર કેન્દ્રીય રીતે સંરક્ષિત સ્મારક અથવા સ્મારકને સંલગ્ન સંરક્ષિત સીમાઓથી ઓછામાં ઓછા 100 મીટર (આસપાસ) અને ઓછામાં ઓછા 200 મીટર તેનાથી આગળ (આજુબાજુના) વિસ્તારોને બાંધકામ અને ખાણકામ માટે અનુક્રમે 'પ્રતિબંધિત વિસ્તાર' તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જે કોઈ પણ વ્યક્તિ, મકાનના સમારકામ અથવા નવીનીકરણનું કામ કરે તે પૂર્વે “સક્ષમ અધિકારી”ની સંમતિ મેળવવી જરૂરી છે.
આ પણ વાંચો -- VADODARA : મનમાની ચલાવતા VMC ના અધિકારીઓ સામે ધારાસભ્યની લાલ આંખ