Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ટોઇંગ વાહનનો મેમો નહી આપવા પૈસા પડાવતો LRD રંગેહાથ ઝબ્બે

VADODARA : વડોદરા (VADODARA) માં ટોઇંગ કરવામાં આવેલા વાહનોનો મેમો નહી આપવા બદલ પૈસા પડાવતા શહેર પોલીસ ટ્રાફીક શાખાના લોક રક્ષક દળ. વર્ગ - 3 ના જવાનને એન્ટી કરપ્શન બ્યુરો (ANTI CORRUPTION BUREAU - VADODARA) ના અધિકારીઓએ દબોચી લીધો છે....
vadodara   ટોઇંગ વાહનનો મેમો નહી આપવા પૈસા પડાવતો lrd રંગેહાથ ઝબ્બે

VADODARA : વડોદરા (VADODARA) માં ટોઇંગ કરવામાં આવેલા વાહનોનો મેમો નહી આપવા બદલ પૈસા પડાવતા શહેર પોલીસ ટ્રાફીક શાખાના લોક રક્ષક દળ. વર્ગ - 3 ના જવાનને એન્ટી કરપ્શન બ્યુરો (ANTI CORRUPTION BUREAU - VADODARA) ના અધિકારીઓએ દબોચી લીધો છે. જેને નિયમ-કાયદાને નેવે મુકીને રોકડી કરતા પોલીસ જવાનોમાં ફફડાટ પેંસી જવા પામ્યો છે. આ મામલે ગોઠવવામાં આવેલા ડિકોયમાં લાંચીયો રૂ. 400 સ્વિકારતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો.

Advertisement

સરકારી કામકાજ દરમિયાન પૈસાની વધારાની ચૂકવણી

રાજ્ય સરકારનું એન્ટી કરપ્શન બ્યુરો લાંચિયા અધિકારીઓ-કર્મચારીઓ સામે કાર્યવાહી કરે છે. પરંતુ તે બાદ પણ લાંચિયાવૃત્તિ અટકવાનું નામ નથી લેતી, અને સામાન્ય માણસોએ સરકારી કામકાજ દરમિયાન પૈસાની વધારાની ચૂકવણી કરવી પડતી હોય છે. આવી જ એક ઘટના તાજેતરમાં સામે આવી છે. શહેરના મોતીબાગ ટોઇંગ સ્ટેશનમાં લોક રક્ષક દળ, વર્ગ - 3 માં અશોકકુમાર કનુજી મકવાણા, ટ્રાફીક શાખામાં ફરજ બજાવતા હતા.

જુદા જુદા બહાના હેઠળ ચાલકો પાસેથી રૂપિયા વસુલવામાં આવતા

મોતીબાગ ટોઇંગ સ્ટેશનમાં અલગ અલગ વિસ્તારોમાં યોગ્ય રીતે પાર્ક ન કરાયેલા વાહનોની ઉંચકીને લાવવામાં આવતા હતા. તેમના દ્વારા આ વાહનોના ચાલકોને મેમો નહીં આપવા બદલ જુદા જુદા બહાના હેઠળ ચાલકો પાસેથી રૂ. 400 - 700 વસુલવામાં આવતા હતા. તાજેતરમાં એક જાગૃત નાગરિકનું વાહન ટોઇંગ કરીને લાવવામાં આવ્યું હતું. અને લાંચિયા પોલીસ જવાન દ્વારા ચાલક પાસેથી પૈસા માંગવામાં આવ્યા હતા. જો કે, જાગૃત નાગરિક ચાલક પૈસા આપવા ન માંગતા હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. જે બાદ મોતીબાગ ટોઇંગ સ્ટેશન ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું.

Advertisement

પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સફળ ડિકોય

આ છટકામાં લાંચિયો જવાન રૂ. 400 સ્વિકારતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો. વડોદરા શહેર એન્ટી કરપ્શન બ્યુરોના પોલીસ ઇન્સ્પેક્ટર એ. એન. પ્રજાપતિ દ્વારા સફળ ડિકોય કરવામાં આવ્યું હતું. બાદમાં લાંચિયા જવાનને દબોચીને તેની સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો -- Gandhinagar : તાંત્રિકો-ભુવાઓ પર સકંજો કસવા તૈયારી, કડક સજાની જોગવાઈ સાથે સરકાર લાવશે બિલ!

Advertisement

Tags :
Advertisement

.