Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : વરસાદની આગાહીને પગલે આજવા અને પ્રતાપપુરા ડેમના દરવાજા બંધ કરાયા

VADODARA : વડોદરા (VADODARA) માં વધુ એક વખત હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને તંત્ર સતર્ક બન્યું છે. અને આજવા સરોવર અને પ્રતાપુરા સરોવર ડેમના દરવાજા વધુ એક વખત બંધ કરવામાં આવ્યા છે. હાલ વિશ્વામિત્રી નદીનું જળસ્તર...
vadodara   વરસાદની આગાહીને પગલે આજવા અને પ્રતાપપુરા ડેમના દરવાજા બંધ કરાયા

VADODARA : વડોદરા (VADODARA) માં વધુ એક વખત હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને તંત્ર સતર્ક બન્યું છે. અને આજવા સરોવર અને પ્રતાપુરા સરોવર ડેમના દરવાજા વધુ એક વખત બંધ કરવામાં આવ્યા છે. હાલ વિશ્વામિત્રી નદીનું જળસ્તર 15.5 ફૂટ નોંધવામાં આવ્યું છે. સમગ્ર ઘટનાને લઇને નાગરિકોએ નિશ્ચિંત રહેવાની જરૂર છે. અને કોઇ પણ પ્રકારની અફવાહોથી દુર રહેવા માટે તંત્ર દ્વારા સાવચેત કરવામાં આવ્યા છે.

Advertisement

પૂરને નાથવા માટે આજવા અને પ્રતાપપુરા ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા

વડોદરાની મધ્યમાંથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે. વડોદરામાંથી પસાર થતી વિશ્વમિત્રી નદીનું જળસ્તર ભયજનક સપાટી વટાવીને ઘણું ઉપર જતા પૂર આવ્યું હતું. લોકોએ ત્રણ-ચાર દિવસ પૂરની સ્થિતીમાં કાઢ્યા બાદ હવે રાહત છે. પૂરની સ્થિતીને નાથવા માટે આજવા અને પ્રતાપપુરા સરોવર ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. પૂરની સ્થિતી ટળી જતા બંને ડેમના દરવાજા પુન: શરૂ કરી દેવામાં આવ્યા હતા.

Advertisement

વધુ એક વખત બંધ કરવામાં આવ્યા હોવાની જાહેરાત કરવામાં આવી

ત્યાર બાદ 2 અને 3, સપ્ટેમ્બર એટલે કે આજે અને આવતી કાલે શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને તંત્ર દ્વારા આજવા સરોવર અને પ્રતાપુરા સરોવર ડેમના દરવાજા વધુ એક વખત બંધ કરવામાં આવ્યા હોવાની જાહેરાત કરવામાં આવી છે. હાલ વિશ્વામિત્રી નદીનું જળસ્તર 15.05 ફૂટ છે. આ નિર્ણય અંગે નાગરિકોએ ચિંતા કરવા જેવું કંઇ નથી. તંત્ર દ્વારા નાગરિકોને અફવાહોથી દુર રહેવા માટે સુચન કરવામાં આવ્યું છે.

પૂરમાંથી બેઠું કરવા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીએ કમાન સંભાળી

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરને પૂરમાંથી બેઠું કરવા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીએ કમાન સંભાળી છે. તેઓ આજે પણ વડોદરા આવી પહોંચ્યા છે. અને ઉચ્ચ અધિકારીઓ જોડે બેઠક કરી રહ્યા છે. પૂરની પરિસ્થીતીમાંથી શહેરને બહાર કાઢવા માટે સરકારી તંત્ર દ્વારા કોઇ પણ કચાશ રાખવામાં આવી નથી.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : રાજ્ય અને પંચાયત હસ્તકના 50 રસ્તાઓ પૂર્વવત કરાયા

Tags :
Advertisement

.