ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : વડોદરા એરપોર્ટને ધમકીભર્યો મેસેજ મળતા સઘન તપાસ

VADODARA : ધમકી ભર્યા મેસેજ બાદ એરપોર્ટ સિક્યોરીટી, વડોદરા પોલીસ, વિવિધ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી
06:53 PM Oct 30, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા એરપોર્ટ (VADODARA AIRPORT) ને વધુ એક વખત ધમકી ભર્યો સંદેશો (THREAT MESSAGE TO VADODARA AIRPORT)) મળતા એરપોર્ટ સિક્યોરીટી (AIRPORT SECURITY) દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ધમકી ભર્યા મેસેજ બાદ એરપોર્ટ સિક્યોરીટી, વડોદરા પોલીસ, વિવિધ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જો કે, એરપોર્ટની સઘન તપાસના અંતે કંઇ નક્કર હાથ ના લાગતા તમામે રાહતનો શ્વાસ લીધો છે. એક મહિના જેટલા સમયના ગાળામાં આ બીજી વખત વડોદરા એરપોર્ટને ધમકી મળ્યાનો કિસ્સો છે. અગાઉ ધમકીભર્યો ઇમેલ મોકલવામાં આવ્યો હતો. આ વખતે ટ્વીટર હેન્ડલ પરથી ધમકી આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

દિવાળીના તહેવાર નિમિત્તે એરપોર્ટ પર મુસાફરોની ભારે ચહલ-પહલ

વડોદરાના હરણી પોલીસ મથક (HARNI POLICE STATION) માં મયુર સીલીમકર એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તાજેતરમાં ટ્વીટર હેન્ડલ પરથી 28, ઓક્ટોબરના રોજહરણી એરપોર્ટ પરની ઇન્ડીગો એરલાયન્સની ફ્લાઇટમાં બોમ્બ હોવાનો ધમકી ભર્યો મેસેજ કરવામાં આવ્યો હતો. જે બાદ આ મેસેજની એરપોર્ટ સિક્યોરીટીને જાણ કરવામાં આવતા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલમાં દિવાળીના તહેવાર નિમિત્તે વડોદરા એરપોર્ટ પર મુસાફરોની ભારે ચહલ-પહલ જોવા મળી રહી છે. તેવામાં એરપોર્ટ સિક્યોરીટી, તથા વડોદરા પોલીસ અને પોલીસ વિવિધ વિભાગની બ્રાન્ચ દ્વારા એરપોર્ટમાં અંદર અને પરિસરમાં સઘન તપાસ હાથ ધરી હતી. જો કે, તપાસ દરમિયાન કશું પણ વાંધાનજર મળી આવ્યું ન્હતું. જેથી તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

તે સમયે પણ કંઇ વાંધાજનક મળી આવ્યું ન્હતું

વિતેલા એક માસ જેટલા સમયમાં વડોદરા એરપોર્ટને ધમકી ભર્યો મેસેજ મળવાની આ બીજી ઘટના છે. આ અગાઉ વડોદરા એરપોર્ટને ધમકીભર્યો ઇમેલ મળ્યો હતો. તે બાદ પણ સિક્યોરીટી એજન્સીઓ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે, તે સમયે પણ કંઇ વાંધાજનક મળી આવ્યું ન્હતું. હવે આ મામલે ખોટો મેસેજ કરીને તપાસ એજન્સીઓને દોડતી કરનાર સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : CGST કમિશનરની કચેરી દ્વારા ફરિયાદો નિવારવા માટે વિશેષ શિબિરનું આયોજન

Tags :
airportcomplaintfilledGOTHARNIinmessageonpolicestationThreattwitterVadodaraX
Next Article