Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : નવા શહેરો સુધી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવા સાંસદનું સૂચન

VADODARA : તાજેતરમાં મળેલી એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠકમાં સાંસદ ડો. હેમાંગ જોષી (VADODARA MP DR. HEMANG JOSHI) દ્વારા લખનઉ, કલકત્તા તેમજ અમૃતસર સહિત દેશના અન્ય શહેરોમાં ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. એરપોર્ટ સલાહકાર સમિતિની વર્ષ 2024 માટે...
vadodara   નવા શહેરો સુધી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવા સાંસદનું સૂચન

VADODARA : તાજેતરમાં મળેલી એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠકમાં સાંસદ ડો. હેમાંગ જોષી (VADODARA MP DR. HEMANG JOSHI) દ્વારા લખનઉ, કલકત્તા તેમજ અમૃતસર સહિત દેશના અન્ય શહેરોમાં ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. એરપોર્ટ સલાહકાર સમિતિની વર્ષ 2024 માટે નવી રચાયેલી સમિતિના સભ્યોની ઉપસ્થિતિ વચ્ચે આજે પહેલી બેઠક મળી હતી. પહેલી બેઠકમાં સૌ સભ્યોએ ગ્રીન બિલ્ડીંગ ગ્રીન એનર્જીને કેન્દ્રમાં રાખે એરપોર્ટની પ્રગતિને પ્રાધાન્ય આપવાનો નિર્ણય કર્યો હતો.

Advertisement

દર બે મહિને રીવ્યુ મીટીંગ

વડોદરા એરપોર્ટ (VADODARA AIRPORT) ખાતે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે ઇમિગ્રેશન કસ્ટમ્સ અને સિક્યુરિટીની મુશ્કેલીઓ દૂર કરવા માટે હાલ નવા માળખાની સુવિધાની કામગીરી ચાલી રહી છે. સલાહકાર સમિતિના અધ્યક્ષ સાંસદે આ કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. મિટિંગમાં તેમણે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે અલગ લેન ઉભી કરવા તેમજ એરપોર્ટ પરિસરમાં કામ કરતા કર્મચારીઓ માટે સુરક્ષા માટે ક્રેચીસ એરીયા ડેવલોપ કરવાનું તેમણે સૂચન કર્યું હતું. મિટિંગમાં ઇન્ટરનેટ નેશનલ એરપોર્ટ સંદર્ભે દર બે મહિને રીવ્યુ મીટીંગની યોજવાનુ નક્કી કરાયું હતું. મિટિંગમાં સલાહકાર સમિતિના સભ્યોએ એરપોર્ટ પરિસરમાં નવી રેસ્ટોરન્ટ્સ, ફૂડ એરીયા અને કેફે વધારવા માટે એરપોર્ટ ઓથોરિટીને સૂચન કર્યું હતું.

વિવિધ વિભાગોના વડા ઉપસ્થિત

મિટિંગમાં સલાહકાર સમિતિની ગત છેલ્લી મિટિંગમાં વિવિધ કામો અંગે લેવાયેલા નિર્ણયોની પ્રગતિને મુદ્દે વિગતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વર્ષ 2024ની પહેલી મિટિંગમાં એરપોર્ટ સલાહકાર સમિતિના નવનિયુક્ત સભ્યો, પોલીસ તંત્રના અધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ તેમજ વડોદરા એરપોર્ટના વિવિધ વિભાગોના વડા ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

આ પણ વાંચો -- આગામી ત્રણ કલાકમાં વરસાદ Gujarat ને ધમરોળશે, હવામાન વિભાગે આપી આગાહી

Advertisement
Tags :
Advertisement

.