VADODARA : દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થતા જ આરોપીને દબોચી લેવાયો
VADODARA : વડોદરા (VADODARA) ના ગોત્રી પોલીસ મથક (GOTRI POLICE STATION) માં વર્ષ 2022 માં છેતરપીંડિ સહીતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ મામલે આરોપી નાસતો ફરતો હતો. બાદમાં તે લંડન નાસી ગયો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. આ અંગે પોલીસ દ્વારા ઇમીગ્રેશન વિભાગને જાણ કરી હતી. તાજેતરમાં આરોપી લંડનથી દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થતા જ તેને ઇમીગ્રેશન વિભાગ દ્વારા પકડીને પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસે આરોપીના કોર્ટમાંથી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અને આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આરોપી લંડન નાસી ગયો હતો
સમગ્ર મામલે 1, સપ્ટેમ્બર - 2022 ના રોજ ગોત્રી પોલીસ મથકમાં છેતરપીંડિ સહિતના કલમો હેઠળ દિક્ષીત સુરેશભાઇ શાહ (રહે. હારોલ રોડ, ઓપ્ટન, લંડન) (મુળ રહે. એ ટાવર, વસંતવિહાર કોમ્પલેક્ષ, વાડી મેઇન રોડ, વાડી, વડોદરા) સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને શોધવાના પ્રયત્નો ફળ્યા ન્હતા. તે વિદેશમાં લંડન નાસી ગયો હોવાનું પોલીસના ધ્યાને આવતા તેના વિરૂદ્ધ LOC મેળવવામાં આવી હતી. જેના આધારે 25 જુલાઇ, 2024 ના રોજ દિલ્હી ઇમીગ્રેશન ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી હતી.
ઇમીગ્રેશન ઓથોરીટી દ્વારા ડિટેઇન
દરમિયાન આરોપી લંડનથી દિલ્હી એરપોર્ટ ખાતે આવતા એરપોર્ટ પર ઇમીગ્રેશન ઓથોરીટી દ્વારા તેને ડિટેઇન કરવામાં આવ્યો હતો. અને વડોદરા પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી હતી. જે બાદ ગોત્રી પોલીસ દ્વારા દિલ્હીથી આરોપીનો કબ્જો મેળવીને કોર્ટમાં રજુ કર્યો હતો. અને રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે આરોપીની 4 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસ કસ્ટડીમાં લેવામાં આ્વ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : બોલાચાલી બાદ પતિએ પત્નીને તીક્ષ્ણ હથિયાર વડે રહેંસી નાંખી