Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સુરતના તત્કાલિન ટાઉન પ્લાનીંગ ઓફીસર સામે ગાળિયો કસતી વડોદરા ACB

VADODARA : સુરત (SURAT) ના તત્કાલિન ભ્રષ્ટ ટાઉન પ્લાનીંગ ઓફીસર કૈલાશભાઇ લાહનાભાઇ ભોયા વર્ગ - 1 વિરૂદ્ધ રૂ. 1.57 કરોડની અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો વડોદરા (VADODARA) શહેર એન્ટી કરપ્શન બ્યુરો (VADODARA - ACB) દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. જેને લઇને...
vadodara   સુરતના તત્કાલિન ટાઉન પ્લાનીંગ ઓફીસર સામે ગાળિયો કસતી વડોદરા acb
Advertisement

VADODARA : સુરત (SURAT) ના તત્કાલિન ભ્રષ્ટ ટાઉન પ્લાનીંગ ઓફીસર કૈલાશભાઇ લાહનાભાઇ ભોયા વર્ગ - 1 વિરૂદ્ધ રૂ. 1.57 કરોડની અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો વડોદરા (VADODARA) શહેર એન્ટી કરપ્શન બ્યુરો (VADODARA - ACB) દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. જેને લઇને ભ્રષ્ટ અધિકારી સામે ગાળિયો વધુ કસાયો છે. આવનાર સમયમાં ભ્રષ્ટ અધિકારીની મુશ્કેલીઓ વધે તો નવાઇ નહીં.

નાણાંકિય વ્યવહારોની માહિતી એકત્રિત કરવામાં આવી

એન્ટી કરપ્શન બ્યુરોને આધારભૂત માહિતી મળી હતી કે, સુરતના તત્કાલિન ટાઉન પ્લાનીંગ ઓફીસર કૈલાશભાઇ લાહનાભાઇ ભોયા, વર્ગ - 1 દ્વારા ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર કરીને પોતાના તથા પરિજનોના નામે અપ્રમાણસર મિલકતો વસાવવામાં આવી છે. જેના આધારે અધિકારીની મિલકતોની તપાસ હાથ ધરવામાં આવી હતી. એપ્રીલ - 2012 થી માર્ચ - 2020 સુધીના સમયગાળા દરમિયાન દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાઓની વિગતો તેમજ વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજો મેળવીને નાણાંકિય વ્યવહારોની માહિતી એકત્રિત કરવામાં આવી હતી.

Advertisement

રૂ. 4.33 કરોડનો ખર્ચ અને રોકાણ

સરકારી અધિકારીએ ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરીને, ગેરકાયદેસર રીતે પોતે પૈસા કમાવવા માટે ખોટી રીતે નાણાં મેળવી તેનો ઉપયોગ પોતાના તથા પરિજનોના નામે મિલકતોમાં રોકાણ કર્યું હતું. ભ્રષ્ટ અધિકારીની કાયદેસરની આવક રૂ. 2.75 કરોડની સામે પોતાના અને પરિજનોના નામે રૂ. 4.33 કરોડનો ખર્ચ અને રોકાણ કર્યો હોવાનું તપાસ દરમિયાન ફલિત થયું હતું.

Advertisement

આવકના પ્રમાણમાં 56.97 ટકા સંપત્તિ વધુ

આમ, ભ્રષ્ટ આરોપીએ કાયદેસરની આવક કરતા રૂ. 1.57 કરોડની વધુ સંપત્તિ વસાવી હોવાનું જણાઇ આવ્યું હતું. જે તેઓની આવકના પ્રમાણમાં 56.97 ટકા વધુ હતી. આ કામની પ્રાથમિક તપાસ કરનાર અધિકારી વડોદરા શહેર એસીબી પીઆઇ એ. એન. પ્રજાપતિએ સરકાર તરફે એસીબી પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે. આ ગુનાની તપાસ વડોદરા એસીબી એકમના મદદનીશ નિયામક પી. એચ. ભેંસાણીયાના સુપરવિઝનમાં ચાલી રહી છે.

વિગતવાર વિવરણ નીચે પ્રમાણે છે

ભ્રષ્ટ અધિકારી દ્વારા પોતાના તથા પરિજનોના નામે ખેતીની જમીન, મકાન, ફ્લેટ, પ્લોટ, રહેણાંક મકાન, કોમ્પલેક્ષની દુકાન, તથા ત્રણ વાહનો વસાવ્યા છે. જેનું વિગતવાર વિવરણ નીચે પ્રમાણે છે.

આ પણ વાંચો -- VADODARA : પૂરમાં નુકશાની મામલે આર્થિક સહાયની મોટી જાહેરાત, જાણો કોને શું મળશે

Tags :
Advertisement

Trending News

.

×