VADODARA : પુત્રને હેરાન-પરેશાન કરતા સાવકા પિતાને જવાબદારીનું ભાન કરાવતું અભયમ
VADODARA : વડોદરા (VADODARA) ના સોમા તલાવ વિસ્તારમાંથી એક મહિલાએ અભયમ (ABYHAYAM - 181) ની મદદ માંગતો ફોન કરતા જ ટીમ સ્થળ પર દોડી આવી હતી. સ્થળ પર જઇને સ્થિતી જાણતા મહિલાના પતિ તેમના દિકરાને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાનું જણાવ્યું હતું. તેઓ ઇચ્છતા હતા કે દિકરો અભ્યાસ છોડીને કોઇ કામ કરે, અને તે માટે તેઓ દબાણ આપતા હતા. આખરે અભયમની ટીમે અસરકારક રીતે કાઉન્સિલીંગ કરતા તેમને પોતાની જવાબદારીનું ભાન થયું હતું.
દિકરાની જવાબદારીને લઇને દંપતિ વચ્ચે ઝઘડાઓ થતા રહેતા
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, રંજનાબેન (નામ બદલ્યું છે) નું પહેલા પતિ જોડે અણબનાવ થતા છુટાછેડા થયા હતા. પહેલા પતિથી તેમને 14 વર્ષનો દિકરો છે. ત્યાર બાદ તેમણે વડોદરામાં રહેતા અર્જુનભાઇ સાથે ફરી લગ્ન કર્યા હતા. અગાઉ નક્કી કર્યા મુજબ તેઓ દિકરાનો સ્વિકાર કરશે તેમ જણાવ્યું હતું. જેથી પુત્ર તેમની સાથે રહેતો હતો. શરૂઆતમાં તો લગ્નજીવન સારૂ ચાલતું હતું પરંતુ ધીરે ધીરે દિકરાની જવાબદારીને લઇને દંપતિ વચ્ચે ઝઘડાઓ થતા રહેતા હતા. દિકરાને તેના સાવકા પિતા મારઝૂડ કરતા હતા. અને તેનો અભ્યાસ છોડાવીને કામધંધો કરવા માટે દબાણ કરતા હતા. જો કે, તેનાથી વિપરીત તેની માતા તેને ભણાવીને સારી કારકિર્દી બનાવે તેવું ઇચ્છચતા હતા.
હવે જવાદબારીમાંથી છટકી જાવ તે યોગ્ય નથી
આખરે અભયમની ટીમ દ્વારા સાવકા પિતાનું અસરકારક કાઉન્સિલીંગ કરવામાં આવ્યું હતું. ટીમે સમજાવ્યું કે, દિકરાને સાચવશો તે શરતે લગ્ન થયા હતા. હવે જવાદબારીમાંથી છટકી જાવ તે યોગ્ય નથી. હાલમાં આપને કોઇ સંતાન નથી. તો તેને પોતાના દિકરા જેવી જ કાળજી લેવી જોઇએ. દિકરાને યોગ્ય અભ્યાસ કરાવશો તો તે વૃદ્ધાઅવસ્થામાં પણ સહાયરૂપ બની રહેશે. આમ, અસરકારક કાઉન્સિલીંગ થકી મામલાનો ઉકેલ આવ્યો હતો. અને સાવકા પિતાએ ખાતી આપી હતી કે તે તેની ભૂલોનું પુનરાવર્તન નહીં કરે.
આ પણ વાંચો -- VADODARA : શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબામાંથી બાળશ્રમિકોને મુક્ત કરાવાયા