મનોચિકિત્સકો દ્વારા લઠ્ઠાકાંડના દર્દીઓ અને તેમના પરિવારનું કાઉન્સેલિંગ કરાશે
ચકચારી લઠ્ઠાકાંડ બાદ સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સક વિભાગ એક્શનમાં આવ્યો છે. મનોચિકિત્સક વિભાગ દ્વારા 37 દર્દીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સક વિભાગના વડા ડો મીનાક્ષી પરીખે જણાવ્યું કે મનોચિકિત્સક વિભાગ દર્દીઓ સહિત તેમના પરિવાર મળશે અને નશાથી દુર રહેવા તેમને સમજાવશે તથા સલાહ આપશે. દર્દીઓને સમજાવાશે કે નશો કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.તેમણે ક
Advertisement
ચકચારી લઠ્ઠાકાંડ બાદ સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સક વિભાગ એક્શનમાં આવ્યો છે. મનોચિકિત્સક વિભાગ દ્વારા 37 દર્દીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે.
સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સક વિભાગના વડા ડો મીનાક્ષી પરીખે જણાવ્યું કે મનોચિકિત્સક વિભાગ દર્દીઓ સહિત તેમના પરિવાર મળશે અને નશાથી દુર રહેવા તેમને સમજાવશે તથા સલાહ આપશે. દર્દીઓને સમજાવાશે કે નશો કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
તેમણે કહ્યું કે માનસિક તણાવના લીધે લોકો દારૂ પીતા હોય છે. મિત્રો પણ દારૂ પીવા માટે દબાણ કરતા હોય છે. થોડા સમય બાદ દારૂ પીવાનું વ્યક્તિમાં વધતું જાય છે. તેમણે કહ્યું કે દારૂ વ્યક્તિને કન્ટ્રોલ કરતું થઈ જાય છે તથા વ્યક્તિ પર હાવી થઈ જાય છે. સતત દારૂ પીવાના કારણે યાદશક્તિ ઓછી થઈ જાય છે તથા લીવર અને હાર્ટ તથા મગજ પર વધુ અસર થાય છે. દારુના કારણે માનસિક અસર પણ થાય છે તથા ખેંચ પણ આવી શકે છે.