ચહેરા પરથી બ્લેકહેડ્સ દૂર કરવામાં કારગર છે 5 ઘરગથ્થુ ઉપચાર
સામાન્ય રીતે કોઈ વ્યક્તિનો ચહેરો ગમે તેલો સારો હોય પણ જો તેના ચહેરા પર કોઈ પ્રકારના ડાઘ દેખાય તો તે ખરાબ લાગે છે. તેમાં પણ બ્લેક હેડ્સ એક એવી સમસ્યા છે જેને કારણે ચહેરાનું સૌંદર્ય ફિક્કું પડે છે. તો આ બ્લેક હેડ્સને તમે ઘરે સરળ ઉપાયથી આ સમસ્યા દૂર કરી શકો છો.સામાન્ય રીતે વધતી ઉંમર, હોર્મોનલ ફેરફાર અને સ્કિન પોર્સમાં ઓઈલ જમા થવાને કારણે બ્લેક હેડ્સની સમસ્યા થતી હોય છે તેમાં à
Advertisement
સામાન્ય રીતે કોઈ વ્યક્તિનો ચહેરો ગમે તેલો સારો હોય પણ જો તેના ચહેરા પર કોઈ પ્રકારના ડાઘ દેખાય તો તે ખરાબ લાગે છે. તેમાં પણ બ્લેક હેડ્સ એક એવી સમસ્યા છે જેને કારણે ચહેરાનું સૌંદર્ય ફિક્કું પડે છે. તો આ બ્લેક હેડ્સને તમે ઘરે સરળ ઉપાયથી આ સમસ્યા દૂર કરી શકો છો.
સામાન્ય રીતે વધતી ઉંમર, હોર્મોનલ ફેરફાર અને સ્કિન પોર્સમાં ઓઈલ જમા થવાને કારણે બ્લેક હેડ્સની સમસ્યા થતી હોય છે તેમાં પણ મોટાભાગે ઓઈલી સ્કિનમાં બ્લેક હેડ્સની સમસ્યા વધુ જોવા મળે છે. જો બ્લેક હેડ્સની સમસ્યા વધુ પ્રમાણમાં થવા લાગે તો સ્કિન સ્પેશિયલિસ્ટને બતાવવું જોઈએ.આ ઉપરાંત તમે ઘરેલુ ઉપાયો દ્વારા પણ બ્લૅક હેડ્સને દૂર કરી શકો છો .
જવનો લોટ
ચોખાનો લોટ, જવનો લોટ 1-1 ચમચી લઈ તેને દૂધમાં પલાળી હળવા હાથથી ચહેરા ઉપર મસાજ કરો, તમને આ સમસ્યાથી છૂટકારો મળી જશે.
લીંબુનો રસ
એક ભાગ લીંબુનો રસ તથા એક ભાગ મગફળીનું તેલ મિક્સ કરી બ્લેક હેડ્સ અને વ્હાઈટહેટ્સના ભાગે લગાવો તો તેનો ઝડપી દૂર થઈ જશે.
દૂધ
માત્ર ઉકાળેલા દૂધમાં લીંબુનો રસ મેળવીને પણ ચહેરા ઉપર લગાવવાથી બ્લેક હેડ્સ તથા ફાટેલી સ્કિનમાં લાભ થાય છે.
તજ પાઉડર
એક ચમચી તજના પાવડરમાં લીંબુનો રસ ઉમેરી પેસ્ટ બનાવો. તેને બ્લેકહેડ્સવાળા ભાગ પર લગાવો અને 20 મિનિટ બાદ પાણીથી સાફ કરી લો. આ ઉપાય બ્લેકહેડ્સ અને વ્હાઈટહેડ્સને દૂર કરે છે. તેનાથી ખીલ પણ મટી જાય છે. આ પેસ્ટને સપ્તાહમાં 3-4 વખત લગાવવું.
હળદર
હળદર ત્વચા માટે વરદાન છે. એક ચમચી હળદરના પાવડરમાં 2 ચમચી ફુદીનાનો રસ ઉમેરી પેસ્ટ તૈયાર કરો. તેને ચહેરા પર તે ભાગમાં લગાવો જ્યાં બ્લેકહેડ્સ હોય. 15 મિનિટ પછી હુંફાળા પાણીથી તેને સાફ કરો.