Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : માતાના મંદિરે આઠમ નિમિતે ધજા બદલવા મંદિર પર ચડેલ યુવકનું વીજ કરંટ લાગતા મોત નીપજ્યું

અહેવાલ - વિજય માલી, વડોદરા વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ભરથાલી ગામ ખાતે આવેલ હરસિધ્ધિ માતાના મંદિરે આઠમ નિમિતે ધજા બદલવા મંદિર પર ચડેલ યુવકને વીજ કરંટ લાગતા મંદિર ઉપરથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા યુવકનું સારવાર મળે તે...
vadodara   માતાના મંદિરે આઠમ નિમિતે ધજા બદલવા મંદિર પર ચડેલ યુવકનું વીજ કરંટ લાગતા મોત નીપજ્યું

અહેવાલ - વિજય માલી, વડોદરા

Advertisement

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ભરથાલી ગામ ખાતે આવેલ હરસિધ્ધિ માતાના મંદિરે આઠમ નિમિતે ધજા બદલવા મંદિર પર ચડેલ યુવકને વીજ કરંટ લાગતા મંદિર ઉપરથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા યુવકનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. નવરાત્રિ સમયે માની સેવા કરતા યુવકના મોતના સમાચાર સાંભળી નાનકડા ગામમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ભરથાલી ગામે તળાવની પાળ પર આવેલા હરિસિદ્ધ માતાના મંદિરે ગતરોજ આઠમ નિમિતે ધજા બદલવાની હોય ગામના મંદીરવાળા ફળિયામાં રહેતો 30 વર્ષીય દીક્ષિતકુમાર પ્રવીણભાઈ મહારાજ મંદિરની ધજા બદલવા માટે મંદિરે ગયો હતો. દીક્ષિતકુમાર મંદિરની ધજા બદલવા માટે લોખંડની પાઇપમાં ધજા ભરાવીને મંદિર ઉપર ચડ્યો હતો. દરમિયાન મંદિર ઉપરથી પસાર થતી વીજ લાઈનને લોખંડનો પાઈપ અડી જતા દીક્ષિત કુમારને વીજ કરંટ લાગતા તે મંદિર પરથી નીચે જમીન પર પટકાયો હતો.

Advertisement

વીજ કરંટ લાગતા મંદિર ઉપર થી નીચે પટકાયેલ દીક્ષિત કુમારને માથાના ભાગે પથ્થર વાગતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે કરજણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જયાં સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું તેવું ફરજ પરના તબીબ દ્વારા જણાવવામાં આવ્યું હતું. કરજણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો -- સુરતમાં હત્યાની ઘટનામાં સતત વધારો, 7 દિવસમાં 8 લોકોની કરાઈ હત્યા

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.