ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ખડબડાટ, કહ્યું- આ લોકો આપણા દેશમાં ખૂનમાં ઝેર ભેળવી રહ્યા છે..!
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump) એકવાર ફરી તેમના નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા છે. ટ્રંપે કહ્યું કે, ઇમિગ્રન્ટ્સ આપણા દેશ અમેરિકાના લોહીમાં ઝેર ઉમેરી રહ્યા છે, તેને સહન ન કરવું જોઇએ. શનિવારે ન્યૂ હેમ્પશાયરના ડરહમ ખાતે એક રેલીમાં ટ્ર્મ્પે આ વાત કહી હતી.
રિપબ્લિકન પાર્ટીના નેતા ડોનાલ્ડ ટ્રમ્પની આ ટિપ્પણી સામે તેમના રાજકીય વિરોધીઓ દ્વારા ભડકાઉ અને વિભાજનકારી ભાષા તરીકે ગણાવીને તેની ટીકા કરવામાં આવી છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે ટ્રમ્પના નિવેદનને નાઝી વિચારધારાથી પ્રેરિત અને ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ હિંસાને પ્રોત્સાહન આપતું ગણાવ્યું છે. મીડિયા અહેવાલ અનુસાર, ટ્રમ્પે ઇમિગ્રન્ટ્સ માટે કહ્યું કે, તેઓ માત્ર દક્ષિણ અમેરિકામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં માનસિક સંસ્થાઓ અને જેલોમાં ઝેર ભેળવી રહ્યા છે. તેઓ આપણા દેશમાં, આફ્રિકાથી, એશિયામાંથી અને વિશ્વભરમાંથી આવી રહ્યા છે. ટ્રમ્પે આગળ કહ્યું કે, અમેરિકાની સરહદની અંદર રેકોર્ડ સંખ્યામાં અન્ય દેશોમાંથી લોકો આવી રહ્યા છે. આના પર નિયંત્રણ જરૂરી છે.
જો બાઇડેને ટ્રમ્પની ટિપ્પણીને વખોડી હતી
ટ્રમ્પે વધુમાં કહ્યું કે, જો આગામી ચૂંટણીમાં તેમની રાષ્ટ્રપતિ તરીકે પસંદગી થાય તો તેઓ દસ્તાવેજ વગરના ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ કડક પગલા લેશે. અગાઉ પણ ટ્રમ્પે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. અહેવાલ અનુસાર, ટ્રમ્પે સામ્યવાદીઓ અને માર્ક્સવાદીઓને જડમૂળથી ઉખેડી નાખવાનું વચન આપતાં કહ્યું કે, અમેરિકામાં આ લોકો જંતુઓ જેવા છે, જે ચૂંટણીમાં જૂઠું બોલે છે, ચોરી કરે છે અને છેતરપિંડી કરે છે. રાષ્ટ્રપતિ જો બાઇડેને (Joe Biden) ટ્રમ્પની ટિપ્પણીને વખોડી કાઢી હતી અને કહ્યું હતું કે, તેમની ભાષા એ જ છે જે નાઝી જર્મનીમાં વપરાય છે.
આ પણ વાંચો - Libya : લિબિયાના દરિયાકાંઠે મોટો અકસ્માત, માઇગ્રન્ટ્સથી ભરેલું જહાજ ડૂબી ગયું…